Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોના વિદેશી દારૂ સાથે પાંચ ઝડપાયા:સાબલપુર ચોકડી પાસેથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 21.23 લાખના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ

    4 days ago

    ​જૂનાગઢ એલસીબી દ્વારા લાખો રૂપિયાના દારૂ સાથે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ એલસીબી દ્વારા પ્રોહિબીશનની ગણનાપાત્ર કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢ એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સક્કરબાગ પાસે, રામદેવપરાના નાકા પાસે વોચ ગોઠવીને એક સફેદ રંગની ફોરચ્યુનર કાર ને રોકવામાં આવી હતી. આ કારની તલાશી લેતા ડ્રાઇવર સહિત કુલ 5 ઇસમો મળી આવ્યા હતા અને કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 3216 બોટલો (ચપટા) કિંમત રૂપિયા 5,13,216/- મળી આવી હતી. 6 મોબાઈલ ફોન સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો ​પોલીસે દારૂની આ બોટલો ઉપરાંત 15,00,000/- રૂપિયાની ફોર્ચ્યુનર કાર અને 1,10,000/- રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન સહિત કુલ 21,23,216/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે જૂનાગઢ શહેર ‘એ’ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલા આરોપીઓમાં ઉવેશ ઇસ્માઇલભાઈ સઈદભાઈ આરબ (રહે. જૂનાગઢ) તેમજ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાબાના કબુલી ગામના રહેવાસી ભભુતારામ પદમારામ હિરારામ ભાદુ અને રમેશકુમાર મોહનલાલ ભીયારામ ડુડી, સેડવા તાબાના બાછલા ગામના હનુમાન જગદીશકુમાર હિરારામ ભાદુ તથા ગુડામાલાની તાબાના ગાંધવકલા ગામના દિનેશકુમાર નરીંગારામ વનારામ ભુખીયાનો સમાવેશ થાય છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ અવેશ આરીફભાઈ સોરઠીયા (રહે. જૂનાગઢ), નવાજખાન નાસીરખાન પઠાણ (રહે. જૂનાગઢ) અને પ્રવીણકુમાર સદરામ હિરારામ ભાદુ (રહે. બાછલા, રાજસ્થાન) ને પકડવાના બાકી છે. આ દારૂની રેડ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂમાં અલગ-અલગ બ્રાન્ડની બોટલોનો સમાવેશ થાય છે. આ સમગ્ર સફળ કામગીરી જૂનાગઢ એલસીબી દ્વારા કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    હિમેટોકોન 2026 અંતર્ગત ISHBT એવોર્ડ સમારોહ યોજાયો:હિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન ક્ષેત્રના નિષ્ણાતોનું સન્માન, બ્લડ કેન્સરના નિવારણ અંગે પણ ચર્ચા થઈ
    Next Article
    Ground Report | કુદરતે રડાવ્યો મોંઘવારીએ દબાવ્યો |Prime Time News | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment