Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાયરોક્સ મુંબઈ 2026માં અમદાવાદના યુવાનોનો ડંકો:અમદાવાદના દક્ષ ઠક્કર અને પર્વ ઠક્કરે 6 મહિનાની સખત મહેનત અને વૈજ્ઞાનિક તાલીમથી 8 કિમી દોડ સાથે કઠિન સ્ટેશનો પાર કર્યા

    13 hours ago

    વિશ્વની સૌથી કઠિન ગણાતી આંતરરાષ્ટ્રીય ફિટનેસ સ્પર્ધા 'હાયરોક્સ મુંબઈ ૨૦૨૬' માં અમદાવાદના બે યુવા એથ્લેટ દક્ષ ઠક્કર અને પર્વ ઠક્કરે ઝળહળતી સિદ્ધિ હાસિલ કરી છે. મુંબઈના નેસ્કો સેન્ટર ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈને બંને યુવાનોએ નિર્ધારિત સમય કરતાં વહેલા રેસ પૂરી કરી ‘એલિટ ફિનિશર’ નું સન્માન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું છે. 16,000 એથ્લેટ્સ વચ્ચે મેળવી સફળતા આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં 50 થી વધુ દેશોના 16,000 થી વધુ પ્રોફેશનલ ફિટનેસ એથ્લેટ્સે ભાગ લીધો હતો, જ્યારે 16,000 થી વધુ દર્શકો આ ક્ષણના સાક્ષી બન્યા હતા. આકરી હરીફાઈ વચ્ચે પર્વ ઠક્કરે 1 કલાક 44 મિનિટ 09 સેકન્ડમાં અને દક્ષ ઠક્કરે 2 કલાક 16 મિનિટ 08 સેકન્ડમાં આ અત્યંત કઠિન રેસ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. કઠિન કસોટીઓ પાર કરી બિરુદ મેળવ્યું આ ઐતિહાસિક સિદ્ધિ મેળવવા માટે બંને ખેલાડીઓએ છેલ્લા 6 મહિનાથી સતત અને વૈજ્ઞાનિક ઢબે આકરી તાલીમ લીધી હતી. હાયરોક્સ રેસમાં એથ્લેટે 8 કિલોમીટર દોડવાની સાથે દર 1 કિલોમીટર બાદ સ્કીઇંગ, સ્લેજ પુશ, સ્લેજ પુલ, બર્પી બ્રોડ જમ્પ, રોઇંગ, ફાર્મર્સ કેરી અને વોલ બોલ જેવા અત્યંત મુશ્કેલ 8 કસરતના સ્ટેશનો સફળતાપૂર્વક પાર કરવા પડે છે. સફળતા બદલ યુવાનો પર અભિનંદનની વર્ષા અમદાવાદના આ બંને યુવા એથ્લેટ્સની આંતરરાષ્ટ્રીય સ્તરની ફિટનેસ રેસમાં દેશ અને શહેરનું નામ રોશન કરતી ઉપલબ્ધિ બદલ રમતગમત જગત અને શહરીજનો દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. તેમની આ સફર અન્ય યુવાનોને પણ ફિટનેસ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડશે.
    Click here to Read More
    Previous Article
    નોબેલ મેડિસિન પુરસ્કારની ટૂંક સમયમાં જાહેરાત થશે:વજન ઘટાડવાની દવાથી લઈને ઊંઘ અને જિન એડિટિંગ સુધી, 5 મોટા સંશોધનો ચર્ચામાં
    Next Article
    નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ .:​વિસાવદર નગરપાલિકામાં ભાજપ શાસન વચ્ચે અસંતોષ ફાટી નીકળ્યો; 17 સભ્યોએ મહિલા પ્રમુખ દયાબેન સોલંકી સામે અવિશ્વાસની દરખાસ્ત ધરી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment