Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોબેલ મેડિસિન પુરસ્કારની ટૂંક સમયમાં જાહેરાત થશે:વજન ઘટાડવાની દવાથી લઈને ઊંઘ અને જિન એડિટિંગ સુધી, 5 મોટા સંશોધનો ચર્ચામાં

    13 hours ago

    2026ના નોબેલ પુરસ્કારોની જાહેરાત આજથી શરૂ થઈ રહી છે. સૌથી પહેલાં ચિકિત્સા એટલે કે મેડિસિન ક્ષેત્રના વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે. સ્વીડનના સ્ટોકહોમ સ્થિત કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ એસેમ્બલી થોડા જ સમયમાં આ વર્ષના વિજેતાઓની જાહેરાત કરશે. આ પુરસ્કાર એવા વૈજ્ઞાનિકોને આપવામાં આવે છે, જેમણે માનવ સ્વાસ્થ્ય અને બીમારીઓને સમજવામાં, તેમની સારવાર કરવામાં અથવા તબીબી વિજ્ઞાનને આગળ વધારવામાં મોટું યોગદાન આપ્યું હોય. GLP-1ને લઈને સૌથી વધુ ચર્ચા નોબેલ સમિતિ પહેલેથી એ જણાવતી નથી કે કયા લોકોને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. જોકે આ વર્ષે મેડિસિનના નોબેલ પુરસ્કાર માટે GLP-1 પર થયેલા સંશોધનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. આ એ જ હોર્મોન છે, જેના આધારે બનાવવામાં આવેલી દવાઓએ સ્થૂળતા અને ડાયાબિટીસની સારવારમાં મોટો ફેરફાર લાવ્યો છે. ઓઝેમ્પિક અને વેગોવી જેવી દવાઓ આ જ સંશોધન સાથે જોડાયેલી છે. આ ઉપરાંત કેન્સરની સારવાર, જીન એડિટિંગ, રોગપ્રતિકારક તંત્ર અને વધતી ઉંમર સાથે જોડાયેલી બીમારીઓ પર સંશોધન કરનારા વૈજ્ઞાનિકોનાં નામોની પણ ચર્ચા થઈ રહી છે. નોબેલ પ્રાઇઝ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો
    Click here to Read More
    Previous Article
    फ्लाईदुबई हादसे से पैदा हुए सवाल, कैसे करेंगे कट्टरपंथी पायलट की जांच
    Next Article
    હાયરોક્સ મુંબઈ 2026માં અમદાવાદના યુવાનોનો ડંકો:અમદાવાદના દક્ષ ઠક્કર અને પર્વ ઠક્કરે 6 મહિનાની સખત મહેનત અને વૈજ્ઞાનિક તાલીમથી 8 કિમી દોડ સાથે કઠિન સ્ટેશનો પાર કર્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment