Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્તી ગણતરી 2026:જિલ્લામાં હાઉસ લિસ્ટિંગ માટે 54 ફિલ્ડ ટ્રેનર સજ્જ, 3 દિવસની તાલીમ શરૂ

    6 days ago

    વસતી ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવતી હોય છે. 2011માં છેલ્લે ગણતરી થતા જિલ્લામાં 17,56,268ની વસ્તી હતી. 2021માં વસ્તી ગણતરી થનાર હતી પરંતુ કોરોના કારણે વસ્તી ગણતરી પાછી ઠેલાઇ હતી. ત્યારે હવે વસ્તી ગણતરી થનાર છે. જેમાં 54 ફિલ્ડ ટ્રેનરોને માસ્ટર ટ્રેનર દ્વારા ત્રણ દિવસ તાલીમ અપાઇ હતી. આગામી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરીને વેગ આપવા વહીવટી તંત્રે તૈયારીઓ તેજ કરી છે. હાઉસ લિસ્ટિંગ (ઘરયાદી)ની મહત્વપૂર્ણ કામગીરી માટે પસંદ કરાયેલા 54 ફિલ્ડ ટ્રેનરોને ત્રણ દિવસની તાલીમ આપી હતી. હાઉસ લિસ્ટિંગ પ્રથમ તબક્કો હોવાથી તેનું ટેકનિકલ માર્ગદર્શન સુરેન્દ્રનગર ખાતે તાલીમમાં માસ્ટર ટ્રેનર્સ તરીકે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અમીનભાઇ ઘેસાણી અને ઇ.આ ભરત પ્રજાપતિએ સેવા આપી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ તાલીમમાં કુલ 54 ફિલ્ડ ટ્રેનરોએ ભાગ લીધો હતો. વસ્તી ગણતરીના બે તબક્કામાં પ્રથમ તબક્કાનું મહત્વ વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં થશે. આ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે ઘરયાદી અને હાઉસ સેન્સસ. જેમ તમામ રહેણાંક, બિન-રહેણાંક અને અર્ધ-રહેણાંક મકાનોની ઓળખ કરી તેને સૂચિબદ્ધ કરાશે જે તા.21 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કો હાથ ધરાશે. જેથી બીજા તબક્કામાં વ્યક્તિગત ગણતરી ચોકસાઈપૂર્વક થઈ શકે. ફિલ્ડ ટ્રેનરો તરીકે, તમારી જવાબદારી ગણતરીદારોને ટેકનિકલ અને વ્યવહારુ તાલીમ આપીને ક્ષેત્ર સ્તરે ડેટાની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની છે.જ્યારે બીજો તબક્કો 27 ફેબ્રુઆરીથી હાથ ધરશે. આ રીતે કરાશે હાઉસ લિસ્ટિંગ હાઉસ લિસ્ટિંગ દરમિયાન ફિલ્ડ ટ્રેનરોએ ત્રણ મુખ્ય સ્તંભોની સમજ આપી 1. લેઆઉટ મેપ અને મકાનોનું નંબરિંગ : દરેક ગણતરી બ્લોક માટે નકશો તૈયાર કરવો, ગણતરીદારે પોતાના વિસ્તારની સીમાઓ ઓળખી, કાચો નકશો અને લેઆઉટ મેપ તૈયાર કરશે. નંબરિંગ પદ્ધતિ: મકાનોને ઉત્તર-પશ્ચિમ ખૂણેથી શરૂ કરીને વ્યવસ્થિત ક્રમમાં નંબર આપવાની પદ્ધતિ સમજાવવી. જ્યારે 2 મોબાઈલ એપ અને ડિજિટલ ડેટા એન્ટ્રી: ગણતરી ડિજિટલ હોવાથી સેન્સસ પોર્ટલ અને એપ: ગણતરીદારોને મોબાઈલ એપમાં લોગિન, ડેટા સિંક્રોનાઈઝેશન અને ઓફલાઈન મોડમાં કામ કરવાની પદ્ધતિ શીખવી. ચોક્સાઈ: મકાનનો પ્રકાર (પાકું, કાચું). જ્યારે 3. ક્ષેત્ર સ્તરે પડકારો અને સંવાદ કૌશલ્ય: લોકો પાસેથી સાચી માહિતી મેળવવી એ કળા છે.લોકસંપર્ક: ફિલ્ડ સ્ટાફે નમ્રતાપૂર્વક વાત કરવી અને ગોપનીયતાના કાયદા વિશે સમજ આપવી. દેખરેખ: સુપરવાઈઝર અને ફિલ્ડ ટ્રેનરે સમયાંતરે ડેટાનું ક્રોસ-વેરિફિકેશન કરવું જેથી કોઈ ઘર છૂટી ન જાય.
    Click here to Read More
    Previous Article
    મહાનગર પાલિકાની ચૂંટણી:સુરેન્દ્રનગર મહાપાલિકામાં આપ તમામ 13 વોર્ડમાં પોતાની પેનલ બનાવશે, 12 ઉમેદવારના નામ જાહેર
    Next Article
    કાર્યવાહી:યુથ કોંગ્રેસ દ્વારા ગેસના બાટલાને લઈ દેખાવો કરતાં 8 ની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment