Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલત:જૂનાગઢમાં વર્ષ 2026ની પ્રથમ રાષ્ટ્રીય મેગા લોક અદાલત સંપન્ન; ફેમિલી કોર્ટમાં 243 સહિત હજારો કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન

    17 hours ago

    ​ન્યાયતંત્રમાં વર્ષો સુધી ચાલતા કેસોના ભારણને હળવું કરવા અને પક્ષકારોને ઝડપી તેમજ સસ્તો ન્યાય મળી રહે તેવા હેતુથી, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશાનુસાર આજે જૂનાગઢ ખાતે વર્ષ 2026ની પ્રથમ 'રાષ્ટ્રીય મેગા લોક અદાલત'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ લોક અદાલતમાં હજારો પરિવારો માટે ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ ફેમિલી કોર્ટ તથા તેની અંતર્ગત આવતી વંથલી, વિસાવદર અને કેશોદની ક્લસ્ટર ફેમિલી કોર્ટોમાં પારીવારિક વિવાદોના નિકાલ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ફેમિલી જજ પી.એચ. સિંહના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં કુલ 248 પારીવારિક કેસો મૂકવામાં આવ્યા હતા. જેમાંથી ન્યાયાધીશ અને સ્ટાફના હકારાત્મક અભિગમને કારણે 243 કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતું. આ પ્રક્રિયાથી અનેક તૂટતા પરિવારો ફરી એક થયા છે અને મહિલાઓને ભરણપોષણની રકમ સમયસર મળતી થઈ છે. જૂનાગઢ જિલ્લા અદાલત ખાતે ડિસ્ટ્રિક્ટ જજ દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કેસો માટે અલગ-અલગ બેન્ચો કાર્યરત કરવામાં આવી હતી. આ લોક અદાલતમાં પીજીવીસીએલના વીજ બિલના વિવાદો, રાષ્ટ્રીયકૃત બેંકોના લેણાં, દીવાની કેસો, ફોજદારી સમાધાન પાત્ર કેસો તેમજ પોલીસ દ્વારા કરવામાં આવેલા ટ્રાફિક અને વાહનને લગતા કેસોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ગત વર્ષે 2100 જેટલા કેસોનો નિકાલ થયો હતો, જેની સરખામણીએ આ વર્ષે વધુ કેસોના નિકાલનો અંદાજ છે. લોક અદાલતમાં પક્ષકારોએ કોર્ટના લાંબા સ્ટેજ જેવા કે જવાબ, પુરાવા કે દલીલોની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. વધુમાં, લોક અદાલતમાં સમાધાન થતા પક્ષકારોને કોર્ટ ફી પેટે ભરેલી રકમ 100% રિફંડ મળે છે, જે પક્ષકારો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થાય છે. આજના આયોજનમાં એમ.એ.સી.પી. (મોટર અકસ્માત વળતર)ના 17 કેસોમાં કુલ ₹47,64,000 ની રકમના વળતરના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લા બાર એસોસિએશન, પોલીસ અધિક્ષક અને તેમની ટીમ, તેમજ બેંક અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશનના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. 'લીગલ સર્વિસીસ ઓથોરિટી એક્ટ' ની કલમ 19 હેઠળ થયેલું આ આયોજન સમાજમાં સુમેળ સ્થાપિત કરવામાં અસરકારક રહ્યું છે. વકીલો અને પક્ષકારોના પ્રતિસાદ બાદ ન્યાયતંત્ર દ્વારા આગામી લોક અદાલતોમાં પણ પક્ષકારોને સક્રિય ભાગ લેવા જણાવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ધો.10 નાપાસ 'મુન્નાભાઈ MBBS' ઝડપાયો:પશ્ચિમ બંગાળથી સુરત આવ્યો, ડિગ્રી વગર 'આશા ક્લિનિક' ખોલી અડ્ડો જમાવ્યો; એલોપેથિક દવાઓથી લોકોના જીવન સાથે છેડછાડ
    Next Article
    ગાંધીની ધરતી પર ગોડસેના વંશજને આમંત્રણ:સુરતમાં વિવાદાસ્પદ પોસ્ટરો લાગતા કોંગ્રેસ લાલઘૂમ; કહ્યું- મહાત્માના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment