Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ધો.10 નાપાસ 'મુન્નાભાઈ MBBS' ઝડપાયો:પશ્ચિમ બંગાળથી સુરત આવ્યો, ડિગ્રી વગર 'આશા ક્લિનિક' ખોલી અડ્ડો જમાવ્યો; એલોપેથિક દવાઓથી લોકોના જીવન સાથે છેડછાડ

    15 hours ago

    સુરત શહેર પોલીસ દ્વારા હાલમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરો વિરૂદ્ધ એક વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે. આ કડીમાં સચિન પોલીસે બાતમીના આધારે વાંઝ ગામમાં દરોડા પાડીને એક એવા 'ડોક્ટર'ને ઝડપી પાડ્યો છે, જેની શૈક્ષણિક લાયકાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કથિત ડોક્ટર ધો. 10 નાપાસ હોવા છતાં એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો વડે ગંભીર બીમારીઓની સારવાર કરતો હતો. બાતમીના આધારે સચિન પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો સચિન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંઝ ગામ ખાતે આવેલા આકાશ કોમ્પ્લેક્સમાં 'આશા ક્લિનિક' નામે એક દવાખાનું ચાલી રહ્યું છે. આ ક્લિનિકમાં કોઈપણ માન્ય ડિગ્રી વગર એક વ્યક્તિ એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે સચિન પોલીસે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોની ટીમ સાથે રાખીને આકાશ કોમ્પ્લેક્સના રૂમ નંબર 1માં ઓચિંતો દરોડો પાડ્યો હતો. ધો.10 નાપાસ 40 વર્ષીય સંજીત વિશ્વાસની ધરપકડ પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, આ ક્લિનિક ચલાવનાર વ્યક્તિનું નામ સંજીત નિલકોમલ વિશ્વાસ (ઉં.વ. 40) છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લાના ધનતલાનો વતની છે. જ્યારે પોલીસે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની જરૂરી ડિગ્રીઓ માંગી, ત્યારે તે એક પણ કાગળ રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આ નકલી ડોક્ટર માત્ર ધોરણ 10માં પણ નાપાસ થયો છે, છતાં તે નિષ્ણાત ડોક્ટરની જેમ દર્દીઓને તપાસીને હાઈ-ડોઝ દવાઓ આપતો હતો. ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો મળ્યા સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ, નકલી ડોક્ટરો સામેની આ કાર્યવાહીમાં પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. સચિન પોલીસ સ્ટેશનના સ્ટાફે સરકારી મેડિકલ ઓફિસરોની ટીમને સાથે રાખીને 'આશા ક્લિનિક' પર ત્રાટક્યા હતા. રેડ દરમિયાન ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે. ડિગ્રી વગર માનવ જીવન સાથે ગંભીર છેડછાડ પોલીસ તપાસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે, સંજીત વિશ્વાસ પાસે એલોપેથિક દવાઓ લખવા કે વાપરવા માટેનું કોઈ લાયસન્સ નહોતું. મેડિકલ ડિગ્રી વગર આ રીતે એલોપેથિક દવાઓનો ઉપયોગ કરવો એ દર્દીના જીવન માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને શ્રમિક વિસ્તારના ભોળા લોકો ઓછી ફીના લોભમાં આવા નકલી ડોક્ટરો પાસે સારવાર કરાવતા હોય છે, જે ક્યારેક જીવલેણ પણ નીવડે છે. પશ્ચિમ બંગાળથી આવી સુરતમાં જમાવ્યો અડ્ડો ઝડપાયેલો આરોપી સંજીત વિશ્વાસ મૂળ પશ્ચિમ બંગાળના બસ્તા માટપડા ગામનો વતની છે. તે સુરતના સચિન વિસ્તારમાં આવીને વસ્યો હતો અને ભાડાની જગ્યામાં ક્લિનિક ખોલી બેઠો હતો. સુરતના આ પટ્ટામાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે, જેમને નિશાન બનાવીને આ નકલી ડોક્ટર પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તે કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. સચિન પોલીસની કાયદેસરની કાર્યવાહી આ મામલે સચિન પોલીસે સંજીત નિલકોમલ વિશ્વાસ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને માનવ જિંદગી જોખમાય તે રીતે બેદરકારી દાખવવા બદલ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખની ચોરી કરનાર બે ઝડપાયા:સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર જતી'તી ને ચોર ત્રાટક્યાં, મોજશોખ માટે આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા ગયા'તા
    Next Article
    જૂનાગઢમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલત:જૂનાગઢમાં વર્ષ 2026ની પ્રથમ રાષ્ટ્રીય મેગા લોક અદાલત સંપન્ન; ફેમિલી કોર્ટમાં 243 સહિત હજારો કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment