Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખની ચોરી કરનાર બે ઝડપાયા:સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર જતી'તી ને ચોર ત્રાટક્યાં, મોજશોખ માટે આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા ગયા'તા

    14 hours ago

    અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તરફ રીક્ષામાં જતા મહિલાનું પર્સ ઝૂંટવી 19.43 લાખના દાગીના અને રોકડ રકમ ચોરી કરનાર બે ચોરને ઝોન 2 ડીસીપીના એલસીબી સ્કોડે ઝડપી પાડ્યા છે. આરોપીઓ મોજશોખ માટે ચોરી કરતા હતાં. આ ચોરી કરીને પણ આરોપીઓ મુંબઈ અને અજમેર ફરવા જતા રહ્યા હતાં. આરોપીઓ પાસેથી 8.50 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ટુ વ્હીલર પર બે શખ્સ આવ્યા ને પર્સ લઈને ભાગ્યા 24 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે એક મહિલા તેમના દીકરા સાથે સાબરમતી રેલવે સ્ટેશનથી મણિનગર તેમના ઘરે રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતાં. મહિલા માધુપુરાના બારડોલપુરા પહોચ્યા ત્યારે એક ટુ વ્હીલર પર બે શખ્સ આવ્યા હતાં. જેમણે રીક્ષામાંથી મહિલાનું પર્સ ઝૂંટવી લીધું હતું. બંને મહિલાનું પર્સ લઈને નાસી ગયા હતા. પર્સમાં દાગીના,રોકડ અને મોબાઇલ સહિત 19.43 લાખનો સામાન હતો. બનાવ અંગે માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરા ચેક કર્યા ને બેને દબોચ્યા ઝોન 2 ડીસીપી ભરત રાઠોડના એલસીબી સ્કોડના પીએસઆઈ કે.ડી પટેલ અને તેમની ટીમે 150થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. જેમાં બે શંકાસ્પદ આરોપી દેખાતા હતાં. પોલીસે અગાઉના ગુનાના આધારે બે આરોપીઓની ઓળખ કરી હતી. અગાઉ રાણીપમાં પણ આ જ પ્રકારે ચોરી થઈ હતી તે આરોપી હાલ જામીન પર હતાં, જેથી પોલીસે તેની તપાસ કરતા બે આરોપીઓએ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. બે પકડાયા, એક ફરાર પોલીસે તારિક પટેલ (રહે - જુહાપુરા વેજલપુર) અને સોયેબ ઉર્ફે મામા રંગરેજ (રહે - બેરલ માર્કેટ દાણીલીમડા)ની ધરપકડ કરી હતી. આરોપીઓએ મુદ્દામાલમાંથી અડધો મુદ્દામાલ વેચવા ત્રીજા આરોપી અતીયાર શેખને આપ્યો હતો. હાલ ત્રીજો આરોપી ફરાર છે. મોજશોખ માટે ફરવા ગયા'તા, 12 ગુના નોંધાયેલા પકડાયેલા આરોપીઓએ મોજશોખ માટે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.આરોપીઓ ચોરી કર્યા બાદ મુંબઈ અને અજમેર ફરવા માટે પણ ગયા હતા.બંને આરોપીઓ વિરુદ્ધ કુલ 12 જેટલા ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    CM ભૂપેન્દ્ર પટેલે ભરૂચને કરોડોના વિકાસકામોની ભેટ આપી:રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું
    Next Article
    સુરતમાં ધો.10 નાપાસ 'મુન્નાભાઈ MBBS' ઝડપાયો:પશ્ચિમ બંગાળથી સુરત આવ્યો, ડિગ્રી વગર 'આશા ક્લિનિક' ખોલી અડ્ડો જમાવ્યો; એલોપેથિક દવાઓથી લોકોના જીવન સાથે છેડછાડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment