Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીની ધરતી પર ગોડસેના વંશજને આમંત્રણ:સુરતમાં વિવાદાસ્પદ પોસ્ટરો લાગતા કોંગ્રેસ લાલઘૂમ; કહ્યું- મહાત્માના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય?

    18 hours ago

    સુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં રવિવારે આયોજિત થનાર 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં ફસાયો છે. મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની તસ્વીર સાથેના પોસ્ટરો વાઇરલ થતા જ સામાજિક અને રાજકીય વર્તુળોમાં તીખી પ્રતિક્રિયા જોવા મળી છે. વિવાદ વધતા આખરે આયોજકોએ વિવાદાસ્પદ બેનરો હટાવવાની ફરજ પડી છે. ગોડસેના વંશજની હાજરીથી વિવાદની શરૂઆત સિટી લાઈટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે 'શ્રીરામ કૃષ્ણ સેવા સમિતિ' દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સુરક્ષિત ભારત: સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન’ વિષય પરના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નથુરામ ગોડસેના વંશજ અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આમંત્રણ અને પોસ્ટરોમાં ગોડસેના ફોટાને કારણે શહેરમાં ચર્ચા જાગી હતી. શહેરભરમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરો આ કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની તસ્વીરને 'દેશભક્ત' તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ‘જે ધરતી ગાંધી-સરદારની છે, ત્યાં તેમના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય?’ વિવાદ વધતા જ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું કે, જે ધરતી ગાંધી અને સરદારની છે, ત્યાં તેમના હત્યારાનું મહિમામંડન કઈ રીતે સહન કરી શકાય? તેમણે આ કાર્યક્રમને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ ગણાવી તાત્કાલિક અસરથી રદ કરવાની માંગણી કરી હતી. વહીવટી તંત્ર અને પોલીસની ભૂમિકા સામે સવાલો અસલમ સાયકલવાલાએ વહીવટી તંત્ર પર નિશાન સાધતા સવાલ ઉઠાવ્યો હતો કે, શું પોલીસ અને પાલિકા તંત્રને આટલા મોટા પોસ્ટરો દેખાયા નથી? તેમણે આક્ષેપ કર્યો હતો કે તંત્ર આ મામલે જાણીજોઈને નિષ્ક્રિય રહ્યું છે. જ્યારે સામાન્ય જનતા કે ગરીબો પર કાર્યવાહી કરવાની હોય ત્યારે તંત્ર બહુ સક્રિય બને છે, તો અહીં કેમ ઢીલું વલણ અપનાવાયું? ગરીબોના લારી-ગલ્લા હટાવવામાં અગ્રેસર રહેતા તંત્રએ હોર્ડિંગ્સ હટાવવામાં કેમ મોડું કર્યું? કોંગ્રેસ નેતાએ સુરત મહાનગરપાલિકાની ઝાટકણી કાઢતા કહ્યું કે, પાલિકાનું તંત્ર ગરીબોની લારી-ગલ્લા હટાવવા માટે તો બહુ સક્રિય રીતે અગ્રેસર રહે છે, પરંતુ શહેરની મધ્યમાં લાગેલા આવા વિવાદાસ્પદ હોર્ડિંગ્સ હટાવવામાં કેમ મોડું કર્યું? તેમણે તંત્રને આ કાર્યક્રમ સામે કડક વલણ અપનાવવા અપીલ કરી હતી. ‘હવે કાર્યક્રમમાં નથુરામ ગોડસે અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં’ ચારેબાજુથી ઘેરાયા બાદ આયોજક નરેન્દ્ર સાહુએ સ્પષ્ટતા કરી છે કે, વિરોધને ધ્યાને રાખીને અમે તમામ વિવાદાસ્પદ પોસ્ટરો અને બેનરો હટાવી દીધા છે. તેમણે વધુમાં જણાવ્યું કે હવે કાર્યક્રમમાં નથુરામ ગોડસે અંગે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં અને માત્ર સનાતન મહાસંઘના સંસ્થાપક ડો. ગૌતમ ખટ્ટર જ મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે. ઉમરા પોલીસની મંજૂરી હજુ સુધી બાકી આ વિવાદ એટલો વકરી ગયો છે કે ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના આ કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. વિવાદાસ્પદ પાસાઓ દૂર કર્યા બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલત:જૂનાગઢમાં વર્ષ 2026ની પ્રથમ રાષ્ટ્રીય મેગા લોક અદાલત સંપન્ન; ફેમિલી કોર્ટમાં 243 સહિત હજારો કેસોમાં પક્ષકારો વચ્ચે સમાધાન
    Next Article
    બીજી પત્નીને સરકારી દવાખાનાનો લાભ નહીં મળે, પરિપત્રનો વિરોધ:ચૈતર વસાવાએ કહ્યું- 'આદિવાસી અને મુસ્લિમ કર્મચારીઓ સાથે અન્યાય'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment