Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં સોપાન 'ઐક્યમ 2026' દ્વારા સંસ્કૃતિનો વૈશ્વિક સંગમ:ગત વર્ષે ગુજરાતમાં 12 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા; યુરોપિયન યુનિયન સહિત 10 દેશોની એમ્બેસી આયોજનમાં ભાગીદાર બની

    1 day ago

    યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા ઐતિહાસિક સ્થાપત્યોથી લઈને પરંપરાગત હસ્તકલા, સામુદાયિક કુસ્તી અને નવરાત્રિના ઉત્સાહ સુધીની ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝલક વડોદરા ખાતે યોજાયેલા 'સોપાન ઐક્યમ 2026'ના બીજા દિવસે જોવા મળી હતી. આ આયોજન દ્વારા વડોદરાને કળા અને વારસાના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાની સંભાવનાઓ ઉજાગર થઈ છે. આ કાર્યક્રમમાં ગુજરાત ટૂરિઝમ, વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશી અને મહારાણી ડૉ. રાધિકારાજે ગાયકવાડ સહયોગી રહ્યા છે. ગુજરાત પ્રવાસન ક્ષેત્રે 36.9 ટકાનો ધરખમ વધારો વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ અભૂતપૂર્વ રહ્યો છે. વર્ષ 2025માં ગુજરાતના ટોચના 10 પ્રવાસન સ્થળોએ સ્થાનિક પ્રવાસીઓની મુલાકાતનો આંકડો 12.4 કરોડ સુધી પહોંચ્યો હતો, જે અગાઉના વર્ષ કરતાં 36.9 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત આ સ્થળોએ 16 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓ પણ આવ્યા હતા. વારસાની જાળવણી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન સોપાનના ડિરેક્ટર સિદ્ધાંત મોહિતાએ જણાવ્યું કે વારસાની જાળવણી માત્ર સ્મારકો પૂરતી સીમિત નથી, પરંતુ જીવંત પરંપરાઓ અને કારીગરીને વૈશ્વિક મંચ પૂરો પાડવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સાંસ્કૃતિક સંવાદ વધારવા માટે ભારતમાં આવેલી યુરોપના 10 દેશોની એમ્બેસી પણ આ કાર્યક્રમમાં ભાગીદાર બની છે. વિદેશી મહેમાનો ગરબે ઘૂમ્યા કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદેશી મહેમાનોએ સ્થાનિક કુસ્તીના અખાડા અને ગુજરાતી ટેક્સટાઇલ-હસ્તકલાના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે યોજાયેલા ભવ્ય ગરબા અને ત્યારબાદ નવલખી મેદાન ખાતે યોજાયેલા વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં પહોંચીને વિદેશી દૂતોએ ગુજરાતના લોકનૃત્ય અને ઉત્સવના રોમાંચનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મનપા ચૂંટણી પરિણામનું વોર્ડ વાઈઝ એનાલિસિસ:શહેર કોગ્રેસ પ્રમુખ અને મનપા સ્ટેન્ડિંગ ચેરમેન પોત પોતાના વોર્ડ પણ સાચવી શક્યા નહીં
    Next Article
    1 લાખ સામે 1.60 લાખ ચૂકવ્યા છતાં 3-લાખની પઠાણી ઉઘરાણી:પિતા-પુત્રને ‘તલવારથી કાપી નાખીશ’ તેવી ધમકી આપનાર સામે ફરિયાદ, સુરતમાં વ્યાજખોરનો આતંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment