Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 લાખ સામે 1.60 લાખ ચૂકવ્યા છતાં 3-લાખની પઠાણી ઉઘરાણી:પિતા-પુત્રને ‘તલવારથી કાપી નાખીશ’ તેવી ધમકી આપનાર સામે ફરિયાદ, સુરતમાં વ્યાજખોરનો આતંક

    1 day ago

    સુરતના અમરોલી વિસ્તારમાં વ્યાજખોરીની ઘટના સામે આવી છે. યુવકે ધંધા માટે લીધેલા 1 લાખના બદલામાં માસિક 10થી 20% લેખે ₹1.60 લાખ વસૂલી લીધા બાદ પણ વ્યાજખોરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને પેનલ્ટીના નામે વધુ 3 લાખની ગેરકાયદેસર ઉઘરાણી કરી પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરોલી પોલીસે રત્નકલાકાર પિતાની ફરિયાદના આધારે વ્યાજખોર જીગા ભરવાડ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ધંધા માટે 1 લાખ લીધા, 10થી 20% વ્યાજ વસૂલ્યું અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલી શ્રીનાથજી રેસિડેન્સીમાં રહેતા અને હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા 58 વર્ષીય હસમુખભાઈ છગનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો પુત્ર જય અગાઉ કેમેરાની દુકાન ચલાવતો હતો. ધંધામાં રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં જયે પરિવારની જાણ બહાર આશરે એકાદ વર્ષ પહેલાં દેવદીપ સોસાયટીમાં રહેતા જીગા ભરવાડ પાસેથી માસિક 10 ટકાના વ્યાજે ₹1,00,000 લીધા હતા. શરૂઆતમાં ચાર મહિના 10 ટકા વ્યાજ લીધા બાદ જીગાએ વ્યાજનો દર વધારીને સીધો 20 ટકા કરી દીધો હતો. 1.60 લાખ ચૂકવી દીધા છતાં વધુ 3 લાખ માટે ત્રાસ આપ્યો છેલ્લા એક વર્ષમાં જયે ₹1 લાખની સામે ₹1.60 લાખ ચૂકવી દીધા હતા. આમ છતાં જીગા ભરવાડે "વ્યાજ પર વ્યાજ અને પેનલ્ટી" ચઢાવીને જય પાસે વધુ ₹3,00,000ની ગેરકાયદે માંગણી શરૂ કરી હતી. જય આ રકમ ચૂકવવા સક્ષમ ન હોવાથી જીગાએ તેને અવારનવાર ફોન કરી, દુકાને જઈ તેમજ રસ્તામાં રોકીને મારઝૂડ કરી બેફામ ગાળો ભાંડી માનસિક-શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ‘તલવાર લઈને આવ, આજે આને કાપી નાખવાનો છે’ કહી ધમકી આપી આ ત્રાસ બાદ જીગા ભરવાડે જયના પિતા હસમુખભાઈને પણ નિશાન બનાવ્યા હતા. ગત 1 ઓક્ટોબરે હસમુખભાઈ જ્યારે સંબંધીના શ્રાદ્ધમાં હતા ત્યારે જીગાએ ફોન કરી "આજે રાત્રે તારા ઘરે આવું છું" કહી ધમકી આપી હતી. બીજા દિવસે 2 ઓક્ટોબર સવારે હસમુખભાઈ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે જીગાએ રસ્તામાં મોટરસાઇકલ આડી નાખી ગંદી ગાળો આપી "હવે મારે પૈસા નથી જોઈતા, તારા પરિવારને એટલા મારીશ કે દવાખાને ઊભા નહીં રહો" તેવી ધમકી આપી હતી. ત્યારબાદ 6 ઓક્ટોબરના રોજ ફરીથી ગોપીનાથજી રેસિડેન્સી સામે રસ્તો રોકી, અન્ય કોઈ વ્યક્તિને ફોન પર "તલવાર લઈને આવ, આજે આને કાપી નાખવાનો છે" કહી ખૂનની ધમકી આપી હતી. જોકે, લોકોની અવરજવર વધી જતાં તે ભાગી ગયો હતો. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સમગ્ર ઘટના અંગે હસમુખભાઈએ પરિવાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે આરોપી જીગા ભરવાડ સામે બીએનએસની કલમ 296(b), 351(3) તેમજ ગુજરાત નાણાં ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40, 42(a), 42(b) મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં સોપાન 'ઐક્યમ 2026' દ્વારા સંસ્કૃતિનો વૈશ્વિક સંગમ:ગત વર્ષે ગુજરાતમાં 12 કરોડથી વધુ પ્રવાસીઓ નોંધાયા; યુરોપિયન યુનિયન સહિત 10 દેશોની એમ્બેસી આયોજનમાં ભાગીદાર બની
    Next Article
    હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે તંત્રની કાર્યવાહી, 275 કિલો જપ્ત:નગરપાલિકા અને GPCBની સંયુક્ત ડ્રાઈવમાં છ સ્થળોએ તપાસ, વેપારીઓને ₹9500નો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment