Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એટ્રોસિટી ફરિયાદ નિવારણમાં ગુજરાત દેશમાં મોખરે:વર્ષ 2025માં પીડિતોને 23.62 કરોડની સહાય અને 1.03 લાખ વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલનો લાભ

    12 hours ago

    ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યસ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના અધિકારોના રક્ષણ તેમજ સામાજિક સમરસતાને વધુ સુદ્રઢ બનાવવા અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જન પ્રતિનિધિઓ અને અધિકારીઓને સંવેદનાપૂર્ણ અભિગમ સાથે કામ કરવા માર્ગદર્શન આપ્યું હતું. ફરિયાદોના નિકાલમાં ગુજરાતનો ડંકો બેઠકમાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, ગુજરાતમાં માર્ચ-2022થી કાર્યરત 'નેશનલ હેલ્પલાઇન અગેઈન્સ્ટ એટ્રોસિટી' (અલ્ટ્રા મોર્ડન કોલ સેન્ટર) અત્યંત અસરકારક સાબિત થયું છે. આ હેલ્પલાઇન પર મળેલી ફરિયાદોના 100 ટકા નિકાલ સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ સિદ્ધિ રાજ્ય સરકારની ત્વરિત ન્યાય આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. 23.62 કરોડ રૂપિયાની આર્થિક સહાય રાજ્યમાં અનુસૂચિત જાતિ-જનજાતિ પરના અત્યાચારના બનાવોમાં પીડિતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર તત્પર રહી છે. જાન્યુઆરી-2025થી ડિસેમ્બર-2025 દરમિયાન કુલ 23.62 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અને નાગરિક હક્ક રક્ષણ અધિનિયમ 1955 હેઠળ નોંધાયેલા કેસોની ઝીણવટભરી સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. શિક્ષણ અને સમરસ હોસ્ટેલની સુવિધા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ઓલ કાસ્ટ અન્ડર વન રૂફ'ના વિઝનને સાકાર કરવા 2016થી શરૂ થયેલી સમરસ હોસ્ટેલ યોજનાના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. હાલમાં 12 જિલ્લાઓમાં 23 સમરસ હોસ્ટેલ કાર્યરત છે, જેનો લાભ 1.03 લાખ વિદ્યાર્થીઓએ લીધો છે. આ ઉપરાંત, વધુ 11 બોયઝ અને 14 ગર્લ્સ સમરસ હોસ્ટેલને મંજૂરી આપવામાં આવી છે, જે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન અને નિવાસ પૂરો પાડશે. ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ એટ્રોસિટીના કેસોનું ઝડપી નિરાકરણ લાવવા માટે રાજ્યમાં 16 એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટ કાર્યરત હોવાની વિગતો બેઠકમાં આપવામાં આવી હતી. વધુમાં, દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર ત્રણ મહિને તકેદારી સમિતિની બેઠકો નિયમિત રીતે યોજવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિત મંત્રીઓ મનીષાબેન વકીલ, રમેશભાઈ કટારા, દર્શનાબેન વાઘેલા, જયરામભાઈ ગામીત અને પી.સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી સ્તરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, પોલીસ મહાનિદેશક ડૉ. કે. એલ. એન. રાવ અને અન્ય ઉચ્ચ સચિવોએ પણ હાજરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    અલ્બેનિયાના ફેક વિઝા આપી 39 લાખની છેતરપિંડી:23 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વર્ક પરમિટના નામે ઠગાઈ કરનાર 'રોકી' નોઈડાથી ઝડપાયો, વર્ચ્યુઅલ નંબર અને ફેક આઈડીથી જાળ બિછાવી
    Next Article
    ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા સૂચના:ઇલેક્ટ્રિક બસો ચાર્જ કરવા પૂરતા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરો, ઘુમા-લાંભા સહિત 5 જગ્યાએ નવા CHC સેન્ટર ઉભા કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment