Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા સૂચના:ઇલેક્ટ્રિક બસો ચાર્જ કરવા પૂરતા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરો, ઘુમા-લાંભા સહિત 5 જગ્યાએ નવા CHC સેન્ટર ઉભા કરાશે

    14 hours ago

    શહેરીજનોને આરોગ્યની સુવિધા વધુ સારી રીતે મળી રહે તેના માટે નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) બનાવવામાં આવી રહ્યાં છે. સૈજપુર બોઘા, લાંભા, મક્તમપુરા, રખિયાલ, ઘુમા અને માધુપુરામાં એમ વધુ પાંચ CHC તૈયાર કરવામાં આવશે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનવાના કારણે પાંચ લાખથી વધુ લોકોને આરોગ્યની સુવિધાઓનો લાભ મળશે. વિરાટનગર CHCમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આરોગ્યની સેવાઓ જેમાં X-RAY, વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, ENT સર્જરી સહિત નાની મોટી સર્જરી કરવામાં આવે છે તથા મેટરનિટી, ગાઈનેક, નોર્મલ ડીલીવરી અને સિઝેરિયન પણ કરવામાં આવે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં CHCમાં આ પ્રકારની તબીબી સુવિધા આપવામાં આવતી હોવાને પરિણામે AMC સંચાલિત LG, શારદાબેન, SVP, સહિતની હોસ્પિટલો પરનું ભારણ ઘટી ગયું છે અને મ્યુનિ. હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો ઓછો જોવા મળે છે. વિરાટનગર CHC તૈયાર થઈ ગયું છે અને વિરાટનગર CHCમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા છે. શહેરમાં બે વોર્ડ દીઠ એક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર AMC મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પોતાના જ વિસ્તારમાં અને ઘરની નજીક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં CHC બનાવવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં વધુ પાંચ CHC બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં બે વોર્ડ દીઠ એક CHC તૈયાર કરવામાં આવે તો શહેરીજનોને વધુ સારી રીતે તબીબી સારવાર મળી શકે છે. બોડકદેવમાં બે માળનું નવું CHC તૈયાર કરાશે સાબરમતી વોર્ડમાં રામનગરમાં આવેલા CHC નાનું હોવાથી સ્વિમિંગ પૂલની બાજુમાં નવું CHC બનાવવામાં આવશે. જ્યારે રખિયાલ ચાર રસ્તા પાસે આવેલ CHC જૂનું અને જર્જરિત બની ગયું હોવાથી તેને તોડીને તે જ સ્થળે નવું CHC બનાવવામાં આવશે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ત્રણથી ચાર ઓપરેશન થિયેટરની સુવિધા ઉભી કરાશે. બોડકદેવમાં આવેલા હયાત અર્બન હેલ્થ સેન્ટરને પણ નજીકમાં આવેલી AMCની વોર્ડ ઓફિસના સ્થળે ખસેડીને બે માળનું નવું CHC તૈયાર કરવામાં આવશે. કન્સ્ટ્રક્શન સાઈટો પર ધ્યાન આપવા કમિશનરની સૂચના અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની રીવ્યુ બેઠકમાં શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને લઈને ચર્ચા થઈ હતી. એર ક્વોલિટી બાબતે કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર ધ્યાન આપવા માટે કમિશનરે સૂચના આપવી પડી હતી. 140 જેટલી કન્સ્ટ્રકશન સાઈટો છે, પરંતુ તેમાં એક પણ જગ્યાએ કોઈ સ્ટેટસ હતું નહીં માત્ર ચાર જેટલી સાઈટોના નેગેટિવ રિપોર્ટ આપવા તેના સામે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું. જેથી કમિશનરે કહ્યું હતું કે, માત્ર બે-ચાર સાઈટો પર કામ કરવાથી હવા પ્રદુષણ કંટ્રોલમાં નહીં આવે જેથી યોગ્ય રીતે કામ કરવા માટે જણાવ્યું હતું. હાઈરિસ્ક વિસ્તારની કામગીરી માટે ટેન્ડર બહાર પાડ્યા પાણીજન્ય રોગચાળા મુદ્દે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીને કહ્યું હતું કે દક્ષિણ ઝોન વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે. હાઈરિસ્ક વિસ્તારની કામગીરી માટે પણ ટેન્ડર બહાર પાડી દીધા છે. હિટ એક્શન પ્લાન અંતર્ગત જે પ્રમાણે ઈસરો સાથે મળી અને હોટસ્પોટ એરીયા નક્કી કરવામાં આવે છે, ત્યારે આ બાબતે કમિશનરે તેમની કામગીરી યોગ્ય ન હોવાનું કહી અને તમે બરાબર રીતે જાણતા નથી અને કરી રહ્યા નથી તેમ કહી અને બધી વ્યવસ્થા અને કરો છો પરંતુ તેની પાછળ કામગીરી જે કરવાની હોય છે તે કરી રહ્યા નથી તેમ કહ્યું હતું. ઇલેક્ટ્રિક બસો ચાર્જ કરવા પૂરતા EV ચાર્જિંગ સ્ટેશન ઊભા કરો 1900 જેટલી ઈલેક્ટ્રીક બસો લાવવામાં આવશે એવી વાત કરવામાં આવી છે, પરંતુ બસોના ચાર્જિંગ સ્ટેશન બાબતે AMTS વિભાગના અધિકારીને તેઓએ પૂછ્યું હતું કે, શું આપણી પાસે આટલી બસોના ચાર્જિંગ સ્ટેશન પૂરતા પ્રમાણમાં છે કે નહીં. જેથી અધિકારીએ કહ્યું હતું કે, અત્યારે આપણી પાસે પૂરતી વ્યવસ્થા નથી પરંતુ આપણે તેના માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ. ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા સૂચના કોટ વિસ્તારમાં ભયજનક મકાનો પર મોટા બોર્ડ લગાવવા અને તેની આસપાસ બાઉન્ડ્રી લગાવવા માટે સૂચના આપી છે. મકાન ભયજનક હોવા અંગે લોકોને જાણ થાય તેના માટે મોટું બોર્ડ લગાવવું જોઈએ અને અન્ય ઝોનમાં પણ જનક મકાન હોય ત્યાં આ પ્રમાણેની કાર્યવાહી કરવા જણાવ્યું છે. કોટ વિસ્તારમાં જે મિલકતોમાં સળગી ઊઠે માલ સામાન રાખ્યો હોય મિલકતોનો સર્વે કરીને નોટિસ આપી છે અને ઝડપથી માલ ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એટ્રોસિટી ફરિયાદ નિવારણમાં ગુજરાત દેશમાં મોખરે:વર્ષ 2025માં પીડિતોને 23.62 કરોડની સહાય અને 1.03 લાખ વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલનો લાભ
    Next Article
    વડોદરામાં આવતીકાલે 23 શોભાયાત્રાઓ નિકળશે:રામનવમી પર્વે વડોદરા પોલીસ એલર્ટ મોડ પર, પોલીસ ડ્રોન, સીસીટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરાથી સજ્જ, ધાબા પોઇન્ટ, ડીપ ધાબા પોઇન્ટ પર ચેકિંગ વધુ કડક કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment