Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલ્બેનિયાના ફેક વિઝા આપી 39 લાખની છેતરપિંડી:23 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વર્ક પરમિટના નામે ઠગાઈ કરનાર 'રોકી' નોઈડાથી ઝડપાયો, વર્ચ્યુઅલ નંબર અને ફેક આઈડીથી જાળ બિછાવી

    11 hours ago

    વિદેશ જવાના સપના જોતા યુવાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના એક મુખ્ય સાગરીતને સુરતની પાલ પોલીસે નોઈડાથી દબોચી લીધો છે. આરોપી અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ નામના 25 વર્ષીય યુવાને 23 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વર્ક પરમિટના બહાને 39 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી આઈફોન સહિતના મોબાઈલ જપ્ત કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વિદેશના વિઝા અપાવવાનું કામ કરતો હોવાની લાલચ આપી આ કેસની વિગત મુજબ ફરિયાદી અંકુરભાઈ ગુણવંતભાઈ પટેલ પોતે વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે. ગત વર્ષે આરોપી અંકિત પટેલે પોતાની ઓળખ 'રોકી પટેલ' તરીકે આપી વર્ચ્યુઅલ મોબાઈલ નંબર અને અલગ-અલગ ઈમેલ આઈડી દ્વારા અંકુરભાઈનો સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે વિદેશના વિઝા અપાવવાનું મોટું કામ કરતો હોવાની લાલચ આપી અંકુરભાઈને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ 23 ક્લાયન્ટ્સના અલ્બેનિયાના વિઝા કરાવવા માટે અલગ-અલગ સમયે દિલ્હી ખાતે આંગળિયા મારફતે કુલ 39 લાખ રૂપિયા મંગાવી લીધા હતા. એમ્બેસીના વેરિફિકેશનમાં ફૂટ્યો ભાંડો પૈસા પડાવ્યા બાદ આરોપીએ ક્લાયન્ટ્સને અલ્બેનિયાના વિઝા પૂરા પાડ્યા હતા. જોકે, જ્યારે આ વિઝાનું વેરિફિકેશન એમ્બેસીમાં કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ વિઝા તદ્દન ફેક અને 'ફર્જી' હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ્યારે ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ વાપરેલા તમામ વર્ચ્યુઅલ નંબરો અને ઈમેલ આઈડી બંધ કરી દીધા હતા. આખરે આ મામલે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ પાછળ પડ્યાનો ખ્યાલ પડતાં જ આરોપીએ લોકેશન બદલી પાલ પોલીસની ટીમે સાયબર ક્રાઈમની મદદ લઈ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટરમાં છુપાયો છે. પોલીસની ટીમ જ્યારે નોઈડા પહોંચી ત્યારે આરોપીને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસ પાછળ પડી છે, જેથી તેણે તાત્કાલિક પોતાનું રહેઠાણ બદલી નાખ્યું હતું. જોકે, પાલ પોલીસે હાર માન્યા વગર આસપાસના રિસોર્સીસ અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરી આરોપીના નવા સરનામાનો પત્તો લગાવ્યો હતો. કલોલનો વતની નોઈડામાં ફ્રોડ નેટવર્ક ચલાવતો હતો ઝડપાયેલો આરોપી અંકિત ઉર્ફે અક્ષિત મૂળ ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામનો વતની છે. તે છેલ્લા કેટલાક સમયથી નોઈડાના શતાબ્દી વિહાર વિસ્તારમાં રહીને આ પ્રકારનું ફ્રોડ નેટવર્ક ચલાવતો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી એક સફેદ રંગનો iPhone 13 Pro અને અન્ય એક કી-પેડ મોબાઈલ ફોન મળી આવ્યો છે. પોલીસના મતે આરોપી છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ રીતે લોકોને છેતરવાનું કામ કરી રહ્યો હતો. છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલનું બહાનું કાઢતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અત્યંત શાતિર રીતે કામ કરતો હતો. જ્યારે કોઈ ક્લાયન્ટના વિદેશ જવાની તારીખ નજીક આવે ત્યારે તે પકડાઈ જવાની બીકે નવા નાટકો કરતો હતો. તે ક્લાયન્ટને ફોન કરીને કહેતો કે "તમારી ટિકિટ ટેક્નિકલ એરરને કારણે કેન્સલ થઈ ગઈ છે" અથવા "એમ્બેસીમાં કોઈ પ્રશ્ન ઉભો થયો છે". આવા બહાના કાઢી તે સમય પસાર કરતો અને અંતે સંપર્ક કાપી નાખતો હતો. પોલીસે આરોપીને બે દિવસના રિમાન્ડ પર લીધો પાલ પોલીસ દ્વારા હાલ આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે, અંકિત એકલો આ મોટું કૌભાંડ આચરી શકે નહીં. આ ફ્રોડમાં તેની સાથે દિલ્હી અને નોઈડાના અન્ય શખ્સો પણ સામેલ હોઈ શકે છે. તપાસ દરમિયાન એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે તેણે અત્યાર સુધીમાં ગુજરાતના અન્ય કેટલા યુવાનોને વિદેશ મોકલવાના બહાને લાખોનો ચૂનો લગાવ્યો છે. લોકોને પોલીસની અપીલ એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે, વિઝા કે વર્ક પરમિટ માટે કોઈપણ અજાણી વ્યક્તિ કે સોશિયલ મીડિયા પર મળતી જાહેરાતો પર આંધળો વિશ્વાસ ન કરવો. વિઝાની પ્રક્રિયા હંમેશા અધિકૃત એજન્ટો અથવા એમ્બેસી દ્વારા જ કરવી અને નાણાકીય વ્યવહાર કરતા પહેલા ચોકસાઈ કરવી જરૂરી છે. હાલમાં પાલ પોલીસ સ્ટેશનમાં આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Tech and gadget launches today (March 25, 2026): Vivo Y21 & Y11, Spotify SongDNA, and more
    Next Article
    એટ્રોસિટી ફરિયાદ નિવારણમાં ગુજરાત દેશમાં મોખરે:વર્ષ 2025માં પીડિતોને 23.62 કરોડની સહાય અને 1.03 લાખ વિદ્યાર્થીઓને સમરસ હોસ્ટેલનો લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment