Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્ષ 2023ના NDPS કેસમાં બે આરોપીને 10 વર્ષની કેદ:SOG ક્રાઈમે પાલડીથી બંને આરોપીને 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા

    1 week ago

    અમદાવાદના દરિયાપુરમાં રહેતા બે આરોપી મોહમ્મદ તોફીક શેખ અને મોહમ્મદ સુફિયાન સૈયદ સામે વર્ષ 2023માં NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી રહ્યો હતો. જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. પાલડીમાં ડ્રગ્સ વેચવા ગયાને ઝડપાયા હતા કેસને વિગતો પ્રમાણે, SOG ક્રાઈમને બાતમી મળી હતી કે વાસણાથી બે આરોપીઓ રિક્ષામાં MD ડ્રગ્સ લઈને પાલડીમાં વેચાણ માટે આવી રહ્યા છે. જેને લઈ SOG ક્રાઈમે વોચ ગોઠવીને પાલડીના અદાણી CNG પમ્પ પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમના કબજામાંથી 5.13 લાખ કિંમતનું 51.310 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે ડ્રગ્સનારવાડે ચઢીને યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ત્યારે આરોપીઓને ઉદાહરણ રૂપ સજા કરવી જરૂરી છે. કોર્ટે બંને આરોપીઓને 10-10 વર્ષની સખત કેદ અને કુલ 1- 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચાલું પરિક્ષાએ મેસેજ આવતાં ભાંડો ફૂટ્યો:રાજકોટમાં લેવાયેલ TATની પરીક્ષામાં મહિલા ઉમેદવાર મોબાઈલ સાથે પકડાઈ
    Next Article
    પાટણ માર્કેટયાર્ડમાં ઓર્ગેનિક કેરી સ્ટોર શરૂ:ગુજકોમાસોલની વિદ્યાર્થીઓને આર્થિક મદદની પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment