Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાલું પરિક્ષાએ મેસેજ આવતાં ભાંડો ફૂટ્યો:રાજકોટમાં લેવાયેલ TATની પરીક્ષામાં મહિલા ઉમેદવાર મોબાઈલ સાથે પકડાઈ

    1 week ago

    રાજકોટની માસ્તર સોસાયટીમાં આવેલ કસ્તુરબા વિદ્યાલયમાં લેવાયેલ TATની પરીક્ષામાં મહિલા ઉમેદવાર મોબાઈલ સાથે પકડાતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે આ મહિલા ઉમેદવારે પોતાની કુર્તીમાં સંતાડી મોબાઈલ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યો હતો જો કે મોબાઈલમાં ચાલું પરિક્ષાએ મેસેજ આવતાં ભાંડો ફૂટ્યો હતો જેથી ભક્તિનગર પોલીસે અમરેલીના શેડુભાર ગામની યુવતી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટની માસ્તર સોસાયટીમાં આવેલ કસ્તુરબા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જાનકીબેન હર્ષદરાય જોષીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વંદનાબેન વિજય સોલંકીનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ માસ્તર સોસાયટીમા આવેલ કસ્તુરબા વિદ્યાલયમા છેલ્લા ત્રણ વર્ષથી પ્રીન્સીપાલ તરીકે નોકરી કરે છે. ગઈકાલે કસ્તુરબા વિદ્યાલયમાં શિક્ષણ અભિરૂચી કસોટી (માધ્યમિક) TATની લેખિત પરિક્ષા બપોરના 3થી સાંજના 6 વાગ્યા સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી યોજવામાં આવી હતી જેમા તેઓ સ્થળ સંચાલક તરીકેની જવાબદારી નિભાવતાં હતાં. આ પરિક્ષાના યુનિટમા કુલ 08 બ્લોકમાં 145 ઉમેદવારો ફાળવવામાં આવ્યા હતાં જેમાં પરીક્ષામા કુલ 129 ઉમેદવાર પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતાં. આ પરીક્ષા ચાલુ હતી ત્યારે અંદાજીત 3.45 વાગ્યે બ્લોક નં.6ના સુપરવાઇઝર કિશોરભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, તેમના બ્લોકમા બેઠક ક્રમાંક નં.107002388 ઉપર બેસેલ ઉમેદવાર વંદનાબેન લશ્કરી પાસે ચાલુ પરિક્ષાએ ફોનમાં મેસેજનો અવાજ આવ્યો છે જેથી તે ઉમેદવારને ચેક કરતા પ્લાઝા/કુર્તીના ખીસ્સામાંથી કાળા કલરનો મોબાઈલ મળી આવ્યો હતો અને તે મોબાઇલ ઉમેદવાર પાસેથી લઇ અને ઝોનલ અધિકારીને જાણ કરી તેમના કહેવા મુજબ ગેરરીતી અંગેની જરૂરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે ઉમેદવાર ચાલુ પરીક્ષામાં ફોન રાખી મળી આવતાં પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ થત્તા ફરીયાદ નોંધાવી હતી જે બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલના સરકારી કર્મચારીઓ માટે BoB સાથે MoU:₹125 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ મળશે
    Next Article
    વર્ષ 2023ના NDPS કેસમાં બે આરોપીને 10 વર્ષની કેદ:SOG ક્રાઈમે પાલડીથી બંને આરોપીને 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment