Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ માર્કેટયાર્ડમાં ઓર્ગેનિક કેરી સ્ટોર શરૂ:ગુજકોમાસોલની વિદ્યાર્થીઓને આર્થિક મદદની પહેલ

    5 days ago

    પાટણ માર્કેટયાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા બકાલી ઓર્ગેનિક કેરીના ઇન્ડિયન મેંગો સ્ટોરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક કેરી પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવાનો છે. સોમવારે એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલના હસ્તે આ ઇન્ડિયન મેંગો સ્ટોરને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે, અને આ સ્ટોર દ્વારા ઓર્ગેનિક પદ્ધતિથી ઉત્પાદિત કેરી ઉપલબ્ધ કરાવાશે. ચેરમેન સ્નેહલ પટેલે પાટણના સ્વાદપ્રિય નાગરિકો, ખેડૂતો અને વેપારીઓને આ સ્ટોર પરથી ઓર્ગેનિક કેરી ખરીદવા અપીલ કરી હતી. આ કેરી ત્રણ કિલો અને પાંચ કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓના બકાલી જૂથ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગુજકોમાસોલ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવા સ્ટોર્સ કાર્યરત કરીને વિદ્યાર્થીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાટણના જાણીતા બિલ્ડર બેબા શેઠ, માર્કેટયાર્ડના વેપારીઓ, ખેડૂતો અને અન્ય પ્રબુદ્ધ નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુજકોમાસોલની આ પહેલને સરાહનીય ગણાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વર્ષ 2023ના NDPS કેસમાં બે આરોપીને 10 વર્ષની કેદ:SOG ક્રાઈમે પાલડીથી બંને આરોપીને 51 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા
    Next Article
    ગીર સોમનાથ બોર્ડ પરિણામ: ઘુસિયા ગીર, પ્રશ્નાવડા ટોચ પર:દર્શન સ્કૂલનો 99.04% રેકોર્ડ, ગ્રીષ્મા પંપાણીયા 99.98 PR સાથે દ્વિતીય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment