Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2005 પહેલાના બાકી રહી ગયેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાની તૈયારી:પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ વિભાગો પાસેથી માહિતી મગાવી

    9 hours ago

    2005 બાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે NPSલાગુ કરવામાં આવી છે. પરંતુ, ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત 60 હજાર કર્મચારીઓ છે કે, જેઓની ભરતી પ્રક્રિયા 2005 પહેલા થઈ હતી પરંતુ, વહીવટી કારણોસર કે કાનૂની વિવાદના કારણે નિમણૂંક 2005 બાદ થઈ હતી. આ તમામ કર્મચારીઓ વર્ષોથી જૂની પેન્શન સ્કીમ(OPS)ની માગ કરી રહ્યા છે. ત્યારે સરકારે આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની તૈયારીઓ શરૂ કરી છે. પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ તમામ વિભાગો પાસેથી નાણા વિભાગના વર્ષ 2024ના ઠરાવ મુજબ જે કર્મચારીઓ OPSમાં જોડાવવા પાત્ર છે તેઓની વિગત મંગાવવામાં આવી છે. જૂની પેન્શન યોજનાનો લાભ કોને મળી શકે? રાજ્ય સરકારના નાણા વિભાગે વર્ષ 2005 બાદ ભરતી થયેલા કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તે મુજબ, જેમની ભરતી પ્રક્રિયા અથવા જાહેરાત 1 એપ્રિલ, 2005 પહેલાં પૂર્ણ થઈ હતી, પરંતુ વહીવટી અથવા કાનૂની કારણોસર તેમની નિમણૂક બાદમાં થઈ હોય, તેવા કર્મચારીઓને OPSનો લાભ મળી શકશે. તેમાં ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરતી થયેલા ઉમેદવારો, કોર્ટ કેસ અથવા વહીવટી વિલંબના કારણે મોડા નિયુક્ત થયેલા કર્મચારીઓ તેમજ ફિક્સ પગાર હેઠળ સેવા આપ્યા બાદ નિયમિત થયેલા કેટલાક કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે. જોકે, 1 એપ્રિલ, 2005 પછી નવી ભરતી પ્રક્રિયા હેઠળ જોડાયેલા કર્મચારીઓને આ લાભ મળશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરી રહેલા અનેક કર્મચારીઓ અને અધિકારીઓને રાહત મળવાની શક્યતા છે. પેન્શન નિયામક કચેરીએ વિવિધ વિભાગો પાસેથી ઉમેદવારોની વિગત મંગાવી પત્ર અનુસાર, કેન્દ્ર સરકારના નિયમોને આધારે NPS હેઠળ આવરી લેવાયેલા અને નિર્ધારિત શરતો પૂર્ણ કરતા કર્મચારીઓને OPSનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ માટે તમામ વિભાગોએ સંબંધિત કર્મચારીઓની વિગતો નિર્ધારિત ફોર્મેટમાં એક્સલ શીટમાં તૈયાર કરી મોકલવા સૂચના આપી છે. પેન્શન નિયામક કચેરીએ વિભાગોને કર્મચારીઓના PRAN/PPAN નંબર, GPF ખાતાની વિગતો, નિવૃત્તિની માહિતી તેમજ અન્ય જરૂરી દસ્તાવેજોની ચોકસાઈથી ચકાસણી કરવાની પણ સૂચના આપી છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કર્મચારીઓને OPSનો લાભ મળી શકે છે પત્રમાં ખાસ કરીને જણાવ્યું છે કે તમામ માહિતી "અર્જન્ટ" કેટેગરીમાં મોકલવાની રહેશે જેથી પાત્ર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ સમયસર મળી શકે.રાજ્ય સરકારના આ પગલાને કારણે લાંબા સમયથી OPSની માંગ ઉઠાવતા કર્મચારીઓમાં આશા જાગી છે. હવે વિવિધ વિભાગો દ્વારા માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ બનશે અને પાત્ર કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે.
    Click here to Read More
    Previous Article
    બુમરાહની સામે ઇંગ્લિશ બેટર્સને બેટિંગ કરવામાં પરસેવો છૂટ્યો:જસપ્રીતની ઘાતક બોલિંગ સામે ઓપનર્સને રમવામાં મુશ્કેલી; ગિલ સતત ત્રીજી મેચમાં ટૉસ હાર્યો
    Next Article
    પહેલા પ્રેમ સંબંધ, બાદમાં શારીરિક સંબંધ:2 વર્ષના સંબંધ બાદ યુવકે યુવતીને ફોસલાવી બે વાર શારીરિક સંબંધો બાંધ્યા; પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment