Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુમરાહની સામે ઇંગ્લિશ બેટર્સને બેટિંગ કરવામાં પરસેવો છૂટ્યો:જસપ્રીતની ઘાતક બોલિંગ સામે ઓપનર્સને રમવામાં મુશ્કેલી; ગિલ સતત ત્રીજી મેચમાં ટૉસ હાર્યો

    14 hours ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પહેલી મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલ સતત ત્રીજી મેચમાં ટૉસ હારી ગયો છે. ઇંગ્લિશ કેપ્ટન હેરી બ્રુકે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડનો સ્કોર 6 ઓવરમાં 18/0 છે. ટીમ તરફથી બેન ડકેટ અને જેકબ બેથેલ ક્રિઝ પર છે. આ મેચથી જસપ્રીત બુમરાહ 968 દિવસ પછી વન-ડે ક્રિકેટમાં પરત ફરી રહ્યો છે. તેણે 2023 વર્લ્ડ કપ ફાઈનલ પછી કોઈ વન-ડે રમી નથી. આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ વન-ડે ટીમમાં પરત ફરી રહ્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, ગરનૂર બરાર, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, જોફ્રા આર્ચર, લિયામ ડૉસન, જોશ ટંગ અને આદિલ રશીદ.
    Click here to Read More
    Previous Article
    Scrubbed and sued: The Delhi High Court’s two-pronged attack on journalism
    Next Article
    2005 પહેલાના બાકી રહી ગયેલા કર્મચારીઓને OPSનો લાભ આપવાની તૈયારી:પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ નિયામક કચેરીએ વિભાગો પાસેથી માહિતી મગાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment