Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર 2,000ની લાંચ પડી ભારે:17 વર્ષના કાનૂની જંગ બાદ પાલિકા સર્વેયરને 3 વર્ષની કેદની સજા

    10 hours ago

    સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સર્વેયર તરીકે ફરજ બજાવતા ચીમન મંગુ મૈસુરિયા સામે કોર્ટે લાલ આંખ કરી છે. ફરિયાદી પોતાની મિલકતના વેરા બિલમાં પિતાનું નામ ચઢાવવા માટે પાલિકાની કચેરીએ ધક્કા ખાતા હતા. આ કામના બદલામાં સર્વેયર ચીમન મૈસુરિયાએ 2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો, જેણે છટકું ગોઠવી આરોપીને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ભ્રષ્ટાચાર અંગે કોર્ટની ગંભીર ટિપ્પણી આ કેસની સુનાવણી દરમિયાન સુરત કોર્ટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, "ભ્રષ્ટાચાર એ માત્ર સામાજિક દૂષણ નથી, પરંતુ તે નાણાકીય દૃષ્ટિએ દેશના વિકાસને મોટું નુકસાન પહોંચાડે છે." સરકાર પક્ષે કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 3 વર્ષની સજા અને 5,000ના દંડનો હુકમ કર્યો છે. 17 વર્ષ સુધી ચાલ્યો કાનૂની જંગ ન્યાયિક પ્રક્રિયામાં વિલંબનો એક ચિતાર આ કેસમાં જોવા મળ્યો છે. જ્યારે આરોપી ચીમન મૈસુરિયાએ લાંચ લીધી ત્યારે તેમની ઉંમર 49 વર્ષ હતી. કેસની તપાસ અને કોર્ટ ટ્રાયલ ચાલતા પૂરા 17 વર્ષનો સમય વીતી ગયો. આજે જ્યારે સજા સંભળાવવામાં આવી ત્યારે આરોપીની ઉંમર 66 વર્ષ થઈ ચૂકી છે. નિવૃત્તિ બાદના સમયમાં જેલની સજા મળતા પરિવારમાં પણ સોપો પડી ગયો છે. અન્ય ત્રણ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો એક તરફ સર્વેયરને સજા થઈ છે, ત્યારે બીજી તરફ લાંચના અન્ય ત્રણ અલગ-અલગ કેસમાં બે પાલિકા કર્મચારી અને એક પોલીસકર્મીનો નિર્દોષ છુટકારો થયો છે. અડાજણના પોલીસકર્મી લક્ષ્મણ વસાવા, પાલિકાના આકારણી અધિકારી જગદીશ પટેલ અને નાયબ આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ ખત્રી સામેના આરોપો સાબિત થઈ શક્યા ન હતા. બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈની દલીલોને પગલે કોર્ટે તેમને શંકાનો લાભ આપી મુક્ત કર્યા હતા. સજા માટે 'પુરાવાની કડી' મહત્વની વકીલ નીતિન પટેલએ જણાવ્યું કે, લાંચના કેસમાં માત્ર ફરિયાદ પૂરતી નથી. એડવોકેટ ni જણાવ્યા અનુસાર, "કોઈપણ આરોપીને સજા અપાવવા માટે પુરાવાની કડીઓ જોડાવી અત્યંત અનિવાર્ય છે. જો સાંયોગિક પુરાવાઓ એકબીજા સાથે સુસંગત ન હોય, તો આરોપી બચી જવાની શક્યતા વધી જાય છે. આ કેસમાં પુરાવા મજબૂત હોવાથી 17 વર્ષે પણ સજા શક્ય બની છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય સરકારમાં બઢતી-બદલી:સચિવાલયના અધિકારીઓના વિભાગોમાં વ્યાપક ફેરફાર, અનેકને નવી જવાબદારીઓ સોંપાઈ
    Next Article
    ગુજરાત હાઇકોર્ટની IITની વિદ્યાર્થિનીને ટકોર:કોર્ટરૂમમાં યોગ્ય પરિધાન પહેરીને આવવું જોઈએ, વિદ્યાર્થિની પોતાના વકીલની સૂચનાથી કોર્ટરૂમની બહાર નીકળી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment