Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારમાં બઢતી-બદલી:સચિવાલયના અધિકારીઓના વિભાગોમાં વ્યાપક ફેરફાર, અનેકને નવી જવાબદારીઓ સોંપાઈ

    10 hours ago

    ગાંધીનગર સ્થિત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવાઓના અધિકારીઓમાં વ્યાપક ફેરફારનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૬ના આ આદેશ મુજબ સંયુક્ત સચિવ અને નાયબ સચિવ કક્ષાના અનેક અધિકારીઓના વિભાગોમાં બઢતી - બદલીઓ કરવામાં આવી છે અને તેમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જાહેર કરાયેલા આદેશમાં વિવિધ વિભાગો જેવા કે નર્મદા, પાણી પુરવઠા, ઉદ્યોગ, આરોગ્ય, ગ્રામ વિકાસ, શિક્ષણ, મહેસૂલ સહિતના મહત્વપૂર્ણ ખાતાઓમાં ફેરફારો નોંધાયા છે. આ બદલીઓ હેઠળ કેટલાક અધિકારીઓને તેમના હાલના વિભાગમાંથી બદલીને સંપૂર્ણપણે નવા વિભાગમાં મુકવામાં આવ્યા છે, જ્યારે કેટલાકને વધારાની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. ખાસ કરીને ઉદ્યોગ અને ખાણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, નાણા વિભાગ, તેમજ શહેરી વિકાસ અને ગ્રામ વિકાસ જેવા વિભાગોમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે. તે ઉપરાંત, અલગ આદેશ દ્વારા કેટલાક સંયુક્ત સચિવોને અધિક સચિવ તરીકે પ્રમોશન આપી નવા વિભાગોમાં નિમણૂંક કરવામાં આવી છે. આ પ્રમોશન સાથે તેમના પગાર ધોરણમાં પણ સુધારો કરવામાં આવ્યો છે અને તેમને વધુ મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને પ્રશાસનિક કાર્યક્ષમતા વધારવા અને વિભાગીય કામગીરીને વધુ ગતિ આપવા માટેનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. નવી નિમણૂક કરાયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લામાં 15 કાઉન્ટિંગ સેન્ટર પરથી મત ગણતરી:મનપાના 18 વોર્ડ માટે 6, જિલ્લા પંચાયતની 36, તાલુકા પંચાયતની 202 બેઠક માટે 8, ગોંડલ નગરપાલિકાની 11 બેઠક માટે 1 મત ગણતરી કેન્દ્ર
    Next Article
    માત્ર 2,000ની લાંચ પડી ભારે:17 વર્ષના કાનૂની જંગ બાદ પાલિકા સર્વેયરને 3 વર્ષની કેદની સજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment