Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોધિકાનો યુવાન દંડવત યાત્રા કરી દ્વારકા પહોંચ્યો:200થી વધુ કિમીની કઠિન યાત્રા 23 દિવસમાં પૂર્ણ કરી, ગૌ સંરક્ષણ-ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા ઠેર-ઠેર જાગૃતિ ફેલાવી

    2 days ago

    રાજકોટના લોધિકાના એક યુવાને ગૌ સંરક્ષણ અને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવા માટે અનોખી દંડવત યાત્રા કરી છે. આ યાત્રા 23 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થઈ હતી અને 17 માર્ચ, 2026ના રોજ પવિત્ર દ્વારકા ધામ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના લોધિકાથી દ્વારકા સુધીનું લગભગ 200થી વધુ કિલોમીટરનું અંતર અમિત નામના આ યુવાને 23 દિવસમાં દંડવત યાત્રા કરી પૂર્ણ કર્યું હતું. આ કઠિન યાત્રા દ્વારા અમિત નામના યુવાને સમાજમાં ગૌ સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ન્યાય યાત્રા અખંડ જ્યોત યાત્રાના અનુસંધાનમાં હાથ ધરવામાં આવી હતી. ગાયોના કતલખાના સંપૂર્ણપણે બંધ થાયઃ અમિત દ્વારકાધીશ સમક્ષ પ્રાર્થના કરતાં અમિતે જણાવ્યું કે, ગાયને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા મળે અને ગાયોના કતલખાના સંપૂર્ણપણે બંધ થાય. તે માટે અમે ગાય માતા ન્યાય યાત્રા લઈને દ્વારકા પહોંચ્યા છીએ. વધુમાં જણાવ્યું કે, અમારી સાથે યાત્રામાં ગામેગામથી અનેક લોકો જોડાયા છે. તેણે ગાયોની વર્તમાન સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. યુવાને કહ્યું કે, શહેરોમાં ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને કારણે ગાયો ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે. અંદાજે 50 થી 60 કિલો જેટલું પ્લાસ્ટિક ગાયોના પેટમાં જવાથી તેમના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. ‘સરકારે ગાયોના સંરક્ષણ માટે સક્રિય પગલાં લેવા જરૂરી’ તેણે વધુમાં જણાવ્યું કે, ગૌ માતા આપણી સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. તેથી, સરકાર અને સમાજ બંનેએ મળીને ગાયોના સંરક્ષણ માટે વધુ સક્રિય પગલાં લેવા જરૂરી છે. ગૌ સંરક્ષણ અંગે સકારાત્મક સંદેશ આપ્યો વધુમાં જણાવ્યું કે, આ માટે ગૌશાળાઓનું સશક્તિકરણ, રસ્તા પર ફરી રહેલી ગાયોની યોગ્ય સંભાળ તેમજ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ સર્જવા માટે ખાસ અભિયાન હાથ ધરવા જોઈએ. યુવાને ચેતવણી સ્વરૂપે જણાવ્યું કે, જ્યાં સુધી ગાયને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા ન મળે ત્યાં સુધી આ પ્રકારના કાર્યક્રમો અને આંદોલનો ચાલુ રહેશે. તેની આ અનોખી દંડવત યાત્રાએ લોકોમાં ગૌ સંરક્ષણ અંગે સકારાત્મક સંદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરાના ચલાલી જંગલમાંથી નીલગાયના શિકારી ઝડપાયા:પોલીસે 15 કિમી પીછો કરી 3 આરોપીઓને દબોચી લીધા
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં નશાના કારોબાર સામે NSUI મેદાને:દારૂની ખાલી બોટલ મામલે તપાસની માંગ, બંધ બિલ્ડિંગો અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment