Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ચિત્ર સ્પર્ધામાં 200 બાળકોએ ભાગ લીધો:સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પાટણ પોલીસે આયોજન કર્યું

    1 day ago

    પાટણના ઐતિહાસિક સ્થળ રાણકી વાવ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના બાળકો સહિત 200 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધા પાટણ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધીક્ષક વી.કે. નાયી અને નાયબ પોલીસ અધીક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ભાગ લેનારાઓમાં પોલીસ લાઈનમાં રહેતા બાળકોનો પણ સમાવેશ થતો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રીય એકતાના વિચારો પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.બાળકોએ પોતાના ચિત્રો દ્વારા દેશ માટે સરદાર પટેલના યોગદાન અને એકતાના સંદેશને સુંદર રીતે રજૂ કર્યો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને પ્રેરણાદાયી વાતાવરણ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ઠગાઈ અને જુગાર સામે પોલીસ એક્શન:ધાબા પર જુગાર રમતા 6 વેપારી ઝડપાયા, દીકરીના ભવિષ્ય અને ટૂર પેકેજના નામે લાખોની ઠગાઈ કરનાર સામે ફરિયાદ દાખલ
    Next Article
    ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી તેના જ ઘરમાં ચોરી કરવા મજબૂર કરી:રૂ. 14 લાખના દાગીના ચોરી બોયફ્રેન્ડને આપ્યા, લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment