Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર સળગ્યું: VIDEO:40 ડિગ્રી ગરમી વચ્ચે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અફરાતફરી મચી; કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો

    7 hours ago

    અમરેલી: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આજે એક દુર્ઘટના સર્જાઈ છે. રાજુલા તાલુકાના છતડીયા ગામ પાસે પસાર થઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ રાજુલા પોલીસ અને ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ભીષણ ગરમી અને ટેન્કરમાં રહેલા જ્વલનશીલ પદાર્થને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. હાઈવે પર ટેન્કરમાં આગ લાગતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. 20 હજાર ડીઝલ પેટ્રોલ સાથે ભરેલું હતું આગ લગતા અફરા તફડી સર્જાય આગ પર કંટ્રોલ કરવા માટે રાજુલા નગરપાલિકા ફાયર ટીમ પીપાવાવ પોર્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ સહિત આસપાસના ફાયર ટીમોને બોલાવી આગ પર કંટ્રોલ મેળવ્યો મોટી દુર્ઘટના ન સર્જાય અને સલામતી માટે પોલીસ એ બંને સાઈડ થોડીવાર માટે કોર્ડન કરી માર્ગ બંધ રાખ્યો અંદાજિત કલાક સુધી વાહન વ્યહાર બંધ કર્યો હતો. ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવતા વાહન વ્યહાર શરૂ કરવામા આવ્યો. ઉપરાંત ટેન્કરમાં 5 હજાર લીટર પેટ્રોલ અન્ય મોટી માત્રામાં ડીઝલનો જથો આમ કુલ 20 હજાર જેટલું ડીઝલ-પેટ્રોલ સાથે હોવાથી આગ કલાકો સુધી ચાલતી જોવા મળી હતી. ટેન્કર ચાલક ફરાર થયો ટેન્કરમાં કોઈ શોર્ટસર્કિટ થવાના કારણે આગ ભીષણ સ્વરૂપ ધારણ કરતા ગભરાય જવાના કારણે ટેન્કર ચાલક નાચી છૂટ્યો હતો. હાલ રાજુલા પોલીસ જાણવાજોગ નોંધ કરી આગ કેવી રીતે લાગી? ટેન્કર ક્યાંથી ક્યાં જતું હતું? સહિતની દિશામાં ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 1,313 અંક ઘટીને 76,015 પર બંધ થયો:નિફ્ટી પણ 360 અંક તૂટ્યો, ઓટો અને બેન્કિંગ શેર્સમાં વધુ વેચવાલી
    Next Article
    કારચાલકે સાઈકલ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યો, CCTV:10 ફૂટ હવામાં ફંગોળાયો, વડોદરામાં ગંભીર રીતે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment