Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલકે સાઈકલ ચાલકને ફૂટબોલની જેમ ઉડાવ્યો, CCTV:10 ફૂટ હવામાં ફંગોળાયો, વડોદરામાં ગંભીર રીતે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો

    6 hours ago

    વડોદરામાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મકરપુરા ડેપોથી જામ્બુવા તરફ જતા રોડ વચ્ચે કારચાલક અને સાઇકલ ચાલક વચ્ચે ટક્કર થતા સાઇકલ ચાલક 10 ફૂટ હવામાં ફંગોળાયો છે, જેનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાઇકલ ચાલક રોડ વચ્ચે હતો ને કારચાલકે ફૂટબોલની જેમ ઉડાવ્યો આ બનાવ મકરપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં બન્યો છે. જ્યાં સાઇકલ ચાલક ડિવાઇડર કૂદાવવા માટે સીધો રોડ વચ્ચે જતો સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે. ત્યારે અચાનક એક કાર આવે છે અને સાયકલ ચાલકને હવામાં ફંગોળી નાખે છે. આ ગંભીર અકસ્માતમાં વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવે છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાયકલ ચાલકને સારવારમાં ખસેડાયો આ અકસ્માતમાં કાર ચાલક સૂસેન સર્કલથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે મકરપુરા હનુમાનજી મંદિર રોડ એરફોર્સ ત્રણ રસ્તા શિવમ ડુપ્લેક્સની સામે સાયકલ ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાયકલ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને લોહી લુહાણ હાલતમાં જ જમીન પર પડ્યો હતો. આસપાસના લોકો પણ ઘટનાને લઈ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળ ઉપર જનરક્ષક 112 પોલીસની ટીમ આવી પહોંચી હતી. હાલમાં આ અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તની સ્થિતિ હાલમાં ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    20 હજાર લિટર પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર સળગ્યું: VIDEO:40 ડિગ્રી ગરમી વચ્ચે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અફરાતફરી મચી; કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો
    Next Article
    Pak Minister's "Oridinary Worker" Of Asim Munir Remark Sparks Online Backlash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment