Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાત સહકારી સંસ્થાની સાધારણ સભા મળી:રા.લો.સંઘ ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ પણ ચેરમેન VCની ચૂંટણી માટે સરકારી તંત્રને દરખાસ્ત ન મોકલતા ફરી આંતરીક ગરમાવો

    1 day ago

    રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે સાત મહત્વપૂર્ણ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ., રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટિંગ યુનિયન લિ., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિ. તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લિ.ના કર્મચારીઓની ધિરાણ મંડળીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી જીતુ વાઘાણી તેમજ ધારાસભ્ય અને અગ્રણી સહકારી નેતા જયેશ રાદડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પરિણામના 20 દિવસ બાદ પણ ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી અટકી આ વાર્ષિક સાધારણ સભા વચ્ચે સૌથી વધુ ચર્ચા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના સુકાનીઓની ચૂંટણીને લઈને જોવા મળી હતી. લોધીકા સંઘની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયે 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવા માટે વહીવટી પ્રક્રિયા હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. સંઘ પ્રશાસન દ્વારા સરકારી તંત્રને ચૂંટણી માટે જરૂરી દરખાસ્ત પણ મોકલવામાં આવી ન હોવાની વિગતો સામે આવતાં નવા ચૂંટાયેલા ડિરેક્ટરોમાં ભારે કચવાટ અને નારાજગી જોવા મળી રહી છે. ડિરેક્ટરો સહી સાથે સરકારી તંત્રમાં રજૂઆત કરવાની તૈયારીમાં ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલા અસામાન્ય વિલંબ પાછળ સહકારી ક્ષેત્રના આંતરિક જૂથવાદ અને કાવાદાવા કારણભૂત હોવાની રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વહીવટી તંત્ર તરફથી કોઈ પહેલ ન થતાં, હવે ચૂંટાયેલા ડિરેક્ટરો પોતે એકઠા થઈ સંયુક્ત સહી સાથે સીધા સરકારી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી વહેલી તકે ચૂંટણીની તારીખ જાહેર કરવાની માંગણી કરવાનું વિચારી રહ્યા છે. જામકંડોરણા બેઠકમાં લોધીકા સંઘના સુકાની અંગે આખરી નિર્ણયની શક્યતા જામકંડોરણા ખાતે યોજાયેલી આ વિશાળ સાધારણ સભામાં સહકારી ક્ષેત્રના ટોચના નેતાઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હોવાથી, બંધબારણે લોધીકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી અંગે મહામંથન થવાની પૂરેપૂરી શક્યતા છે. નેતાઓ વચ્ચે સંમતિ સધાતાં આગામી દિવસોમાં સત્તાવાર દરખાસ્ત મોકલીને વહેલી તકે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવાનો માર્ગ મોકળો બનશે તેવી ચર્ચા સહકારી આલમમાં જોર પકડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નાગ્રેચા તળાવ નજીકથી દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો:એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છે મજલ લોડ બંદૂક કબજે કરી, 32 વર્ષીય આરોપી સામે કાર્યવાહી
    Next Article
    રખડતા શ્વાન અને બિલાડી માટે ડ્રાઈવ:શહેરને હડકવા મુક્ત કરવા રસીકરણ, હાલ સુધી 150થી વધુ શ્વાનને રસી મુકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment