Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 વર્ષની લડત બાદ વિધવાને ન્યાય મળ્યો:સરકાર દ્વારા ₹15 લાખનું એરિયર્સ ચૂકવાયું, પેન્શન પણ શરૂ

    4 days ago

    ગોધરાના પાનમ સિંચાઈ પેટા વિભાગમાં ફરજ બજાવતા ભગવાનસિંહ ઉદેસિંહ ઠાકોરના પરિવારને 20 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ન્યાય મળ્યો છે. તેમની વિધવા પત્ની ઈન્દુબેન ઠાકોરને સરકારે ₹15 લાખનું એરિયર્સ ચૂકવ્યું છે અને ફેમિલી પેન્શન પણ શરૂ થયું છે. કાલોલ તાલુકાના સણસોલી ગામના રહેવાસી ભગવાનસિંહ ઠાકોરને તેમની સંસ્થામાંથી ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર બરતરફી બાદ, તેમણે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ અંબાલાલ ભોઈનો સંપર્ક કર્યો અને મજૂર અદાલતમાં પુનઃસ્થાપન માટે કેસ દાખલ કર્યો હતો. મજૂર અદાલતે ભગવાનસિંહ ઠાકોરને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. સરકારે આ હુકમને સુપ્રીમ કોર્ટ સુધી પડકાર્યો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ મજૂર અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો. દુર્ભાગ્યવશ, કાનૂની કાર્યવાહી દરમિયાન જ ભગવાનસિંહ ઠાકોરનું અવસાન થયું. તેમના અવસાન બાદ, તેમના વારસદાર પત્ની ઈન્દુબેનને પેન્શનના નાણાં મળતા ન હતા. આથી, તેમણે પણ આ લડત ચાલુ રાખી. લાંબી લડત બાદ, અંતે ઈન્દુબેનને ન્યાય મળ્યો. સરકારે તેમને ફેમિલી પેન્શન તફાવતની રકમ સાથે ચૂકવી છે. હાલ તેમને પ્રતિ માસ ₹14,500નું પેન્શન ચૂકવવામાં આવે છે. પેન્શન અને પગાર તફાવતની અંદાજે ₹15 લાખ જેટલી રકમ પણ તેમને ચૂકવી દેવામાં આવી છે. આશરે 20 વર્ષથી વધુ સમય ચાલેલી આ કાનૂની લડતનો સુખદ અંત આવ્યો છે, જેના પરિણામે એક કર્મચારીના પરિવારને તેમનો હક મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં VC ના મિત્ર 13 મા કાયમી કુલસચિવ બન્યા:ડૉ. અજયસિંહ જાડેજાએ કહ્યું - હું જ્યાં ભણ્યો ત્યાં જ રજીસ્ટ્રાર બન્યો, યુનિવર્સિટીના વહિવટમાં પારદર્શકતા, ડિજિટલાઈઝેશન તરફ વાળવાનો પ્રયાસ રહેશે
    Next Article
    લિસ્ટેડ બુટલેગર પોલીસના સકંજામાં:ગીર સોમનાથ પોલીસે 15 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment