Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિ.માં VC ના મિત્ર 13 મા કાયમી કુલસચિવ બન્યા:ડૉ. અજયસિંહ જાડેજાએ કહ્યું - હું જ્યાં ભણ્યો ત્યાં જ રજીસ્ટ્રાર બન્યો, યુનિવર્સિટીના વહિવટમાં પારદર્શકતા, ડિજિટલાઈઝેશન તરફ વાળવાનો પ્રયાસ રહેશે

    4 days ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિના મિત્ર ડૉ. અજયસિંહ જાડેજાએ 13 મા કાયમી કુલસચિવ તરીકે આજે 20 માર્ચના ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સાંભળતાની સાથે જ તેમણે કહ્યું કે, હું જ્યાં ભણ્યો ત્યાં જ રજીસ્ટ્રાર બન્યો છું. વર્ષ 1967 માં સ્થપાયેલી આ યુનિવર્સિટીના વહિવટમાં પારદર્શકતા લાવવાની સાથે કાયમી સ્ટાફની ભરતીની તેમજ યુનિવર્સિટીને ડીજીટલાઈઝેશન તરફ વાળવાનો પ્રયાસ રહેશે. ડૉ.જાડેજાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં ફિઝિક્સ વિષય સાથે માસ્ટર ડિગ્રીથી લઈ પીએચ.ડી. પૂર્ણ કર્યુ છે અને ત્યાં જ હું રજીસ્ટ્રાર બન્યો તેનું ગૌરવ છે. આ યુનિવર્સિટી ખૂબ જૂની છે. અહીં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ ટોચના સ્થાને પહોંચ્યા છે. જેથી યુનિવર્સિટીના વહીવટમાં પારદર્શકતા આવે અને ડિજિટલાઈઝેશન તરફ યુનિવર્સિટી આગળ વધે તેવા પ્રયાસો રહેશે. આ સાથે જ યુનિવર્સિટીમાં એક જ વ્યક્તિને ઘણી બધી જવાબદારી સોંપવામાં આવી હોય તો કામગીરી પર અસર થાય પરંતુ હવે કાયમી સ્ટાફની ભરતી થશે એટલે કામગીરીમાં સુધારો આવશે. જેનો ફાયદો યુનિવર્સિટીને થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત 3 જાન્યુઆરીના કુલપતિની અધ્યક્ષતામાં નવા કુલસચિવની નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ ગોઠવાયા બાદ કાયમી રજીસ્ટ્રાર અને દિવ્યાંગ આસિસ્ટન્ટ રજીસ્ટ્રારનું નામ જાહેર કરવા માટે આજે તા.6 જાન્યુઆરીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું હતુ. તેમની સાથે સ્પર્ધામાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડૉ.દશરથ જાદવ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. મનીષ ધામેચા હતા પરંતુ તેમના નામનું સિલેક્શન ન થયુ. નોંધનીય છે કે યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી કાયમી કુલસચિવની જગ્યા ખાલી રહી હતી. છેલ્લે વર્ષ 2023 માં કાયમી રજીસ્ટ્રાર તરીકે ડૉ.હરીશ રૂપારેલીઆની નિમણૂક થઈ હતી પરંતુ તેમણે માત્ર ચાર મહિનામાં રાજીનામુ આપી દીધુ હતુ. અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાયમી કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કાયમી રજીસ્ટ્રાર બન્યા છે. જેઓ અગાઉ રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં ફિઝિક્સના લેક્ચરર હતા. જે બાદ જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી અત્યાર સુધીના કાયમી રજીસ્ટ્રાર કાયમી કુલસચિવ - ફરજનો સમયગાળો જે. એમ. મેહતા - 06/09/1966 થી 12/11/1968 સ્વ.વી. એમ. દેસાઇ - 23/11/1968 થી 31/08/1986 બી. એફ. શાહ - 01/09/1986 થી 31/12/1986 આર. એ. દેસાઇ - 01/01/1987 થી 30/11/1989 જે. એમ. ઉદાણી - 01/12/1989 થી 30/06/1994 આર. ડી. આરદેશણા - 29/04/1995 થી 31/03/1996 એસ. બી. પંડ્યા - 27/07/1996 થી 28/02/1997 સ્વ.એલ.જે.પંડ્યા - 05/03/1997 થી 22/03/1998 વી. એચ. જોશી - 14/12/2000 થી 31/10/2002 એ. પી. રાણા - 24/06/2004 થી 27/07/2005 જી. એમ. જાની - 03/05/2007 થી 21/06/2011 હરીશ રૂપારેલિઆ - જુલાઈ,2023 થી નવેમ્બર,2023
    Click here to Read More
    Previous Article
    બોટાદ APMC 25 થી 31 માર્ચ સુધી બંધ રહેશે:માર્ચ એન્ડિંગને કારણે જણસીની હરાજી બંધ રહેશે
    Next Article
    20 વર્ષની લડત બાદ વિધવાને ન્યાય મળ્યો:સરકાર દ્વારા ₹15 લાખનું એરિયર્સ ચૂકવાયું, પેન્શન પણ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment