Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિસ્ટેડ બુટલેગર પોલીસના સકંજામાં:ગીર સોમનાથ પોલીસે 15 ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ઝડપ્યો

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે પ્રોહીબીશન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત લાંબા સમયથી નાસતા ફરતા અને અનેક ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયાને ઝડપી પાડવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. ગેરકાયદેસર દારૂ અને પ્રોહીબીશનના ગુનાઓને નાબૂદ કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એલ.સી.બી. અને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે બાતમીના આધારે વેરાવળના મોટા કોળીવાડા વિસ્તારમાં દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો અને તેની સામે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. પકડાયેલા આરોપી સામે વેરાવળ સિટી, પ્રભાસ પાટણ અને આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં કુલ 15 પ્રોહીબીશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. આમાંથી અનેક ગુનાઓમાં તે ફરાર હતો અને પોલીસને તેની શોધ હતી. આરોપી સામે 2025 અને 2026ના વિવિધ ગુનાઓમાં અટક કરવી બાકી હતી, જેમાં પ્રોહીબીશન એક્ટ તેમજ નવા કાયદા હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. ગીર સોમનાથ પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા લોકો સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે. જિલ્લામાં શાંતિ અને કાયદો જાળવવા માટે પોલીસ વધુ સક્રિય બની છે.
    Click here to Read More
    Previous Article
    20 વર્ષની લડત બાદ વિધવાને ન્યાય મળ્યો:સરકાર દ્વારા ₹15 લાખનું એરિયર્સ ચૂકવાયું, પેન્શન પણ શરૂ
    Next Article
    Opinion: Opinion | Three 'Fatal' Assumptions That Have Derailed Trump's Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment