Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડાલીની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ:હિંમતનગરના સંદીપ રાવળને પોક્સો કોર્ટનો હુકમ, સગીરાને ₹1 લાખ વળતર

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી, તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવવાના ગંભીર ગુનામાં હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના આરોપીને ઈડરની પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે અદાલતે ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ. એક લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. શું હતી સમગ્ર ઘટના? કેસની પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2025માં વડાલી વિસ્તારમાં રહેતી એક સગીરાને હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના સંદીપ અરવિંદભાઈ ઉર્ફે ભરત રાવળે લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કર્યું હતું. ત્યારબાદ આરોપી સગીરાને અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ જઘન્ય કૃત્યના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. આ સમગ્ર માામે સગીરાના વાલીવારસોને જાણ થતાં તેઓ આઘાતમાં સરી પડ્યા હતા અને તાત્કાલિક વડાલી પોલીસ સ્ટેશનમાં પહોંચી આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પુરાવા અને દલીલોના આધારે સજા ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને તમામ જરૂરી ડાયરેક્ટ તથા સરકમસ્ટેન્શિયલ પુરાવાઓ એકત્રિત કર્યા હતા. પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ સક્ષમ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ઈડરની પોક્સો કોર્ટમાં આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ એન.એન. બારોટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ મજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ, વિશેષ પોક્સો કોર્ટના ન્યાયાધીશ એમ.વાય. રાધનપુરવાલાએ આરોપી સંદીપ અરવિંદભાઈ ઉર્ફે ભરત રાવળને પોક્સો એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ દોષિત જાહેર કર્યો હતો. અદાલતે આરોપીને 20વર્ષની કેદની સજા ફટકારવાની સાથે ભોગ બનનાર સગીરાને પુનર્વસન માટે રૂ. એક લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ચુકાદાથી ન્યાયતંત્ર દ્વારા આવા ગંભીર ગુના આચરનારા તત્વો સામે કડક સંદેશો આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોપર ભંગારના નામે ₹15.98 લાખની ઠગાઈનો પર્દાફાશ, 6 પકડાયા:'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ફરિયાદીને ₹10.50 લાખ પરત અપાયા
    Next Article
    મેયર અશોક ધોરાજીયા ઘેલકડીમાં સમસ્યાઓ સાંભળવા પહોંચ્યા:ગંદકી, પાણી અને રસ્તાની ફરિયાદોનો અંબાર લાગતા અધિકારીઓને તાત્કાલિક ઉકેલનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment