Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોપર ભંગારના નામે ₹15.98 લાખની ઠગાઈનો પર્દાફાશ, 6 પકડાયા:'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ફરિયાદીને ₹10.50 લાખ પરત અપાયા

    6 hours ago

    મોરબી સાયબર ક્રાઇમ પોલીસે કોપરનો ભંગાર સસ્તા ભાવે આપવાની લાલચ આપી કરાયેલી રૂ. 15.98 લાખની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. પોલીસે છ આરોપીઓને ઝડપી પાડી રૂ. 10.50 લાખની રકમ પાછી મેળવી હતી. આ રકમ 'તેરા તુજકો અર્પણ' અભિયાન હેઠળ કોર્ટના આદેશથી ફરિયાદી અને સાક્ષીને પરત અપાઈ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓએ કોપર ભંગાર સસ્તા ભાવે આપવાની લાલચ આપી ફરિયાદી અને સાક્ષી સાથે રૂ. 15.98 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી છ આરોપીઓને પકડ્યા હતા. તેમની પાસેથી રૂ. 10.50 લાખ પાછા મેળવાયા હતા. મોરબી પોલીસે લોકોને અપીલ કરી છે કે, અજાણ્યા લોકો દ્વારા ફોન કે સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે વસ્તુઓ આપવાની લાલચમાં ન ફસાય. ઓનલાઇન ખરીદી માટે હંમેશા વિશ્વાસપાત્ર વેપારીઓનો સંપર્ક કરવો જોઈએ. સાયબર ઠગાઈથી બચવા સાવધાની અને સતર્કતા રાખવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    HNGU પરીક્ષામાં 2 દિવસમાં 31 કોપી કેસ નોંધાયા:ઓબ્ઝર્વર ટીમોના સરપ્રાઇઝ ચેકિંગથી વિદ્યાર્થીઓમાં ફફડાટ, ચબરખી-ડિજિટલ સાધનો મળ્યા
    Next Article
    વડાલીની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને 20 વર્ષની કેદ:હિંમતનગરના સંદીપ રાવળને પોક્સો કોર્ટનો હુકમ, સગીરાને ₹1 લાખ વળતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment