Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ બેડમાં ફેરફાર:કચ્છ પોલીસ બેડામાં 20 PIની જિલ્લા બહાર બદલી

    12 hours ago

    એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેની વચ્ચે લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે, જેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 મળી કુલ 20 પોલીસ ઇન્સ્પેક્ટર્સની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. સામા પક્ષે, રાજ્યના અન્ય ભાગોમાંથી કુલ 12 નવા PI કચ્છને ફાળવવામાં આવ્યા છે.સરહદી વિભાગના ટી.આર. ચૌધરીની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 બદલામાં 12 નવા અધિકારી આવશે પૂર્વ કચ્છ નવા PIની નિમણૂક પશ્ચિમ કચ્છ નવા PIની નિમણૂક પશ્ચિમ કચ્છ (ભુજ) માંથી આ પીઆઇ બદલ્યા પૂર્વ કચ્છના બદલાયેલા અધિકારીઓ પીએસઆઇમાંથી બઢતી સાથે પીઆઇ થયેલા 10 અધિકારીની પણ બદલી પૂર્વ કચ્છમાં પીઆઇની બઢતી મળ્યા બાદ ફરજ બજાવતા વી.આર.પટેલ, કે.ડી.રાવલ,એમ.એમ.ઝાલા, પી.સી.મોલિયા, આર.સી.રામાનૂજ, વી..પી.આહીર અને એ.વી.પટેલની જિલ્લા બહાર બદલી થઇ છે તેમની સામે પૂર્વ કચ્છમાં એમ.જે.રાઠોડ, વી.આર.પ્રજાપતિ, એમ.જી.પરમાર, આર.એલ.ખટાણા, જી.એન.વાઘેલા, બી.વી.બોરીસાગર, જી.એ.સોલંકી અને એમ.જે. હુણ એમ આઠ નવા પીઆઇ મુકાયા છે. તો પશ્ચિમ કચ્છમાં જે.ડી.સરવૈયા, જે.કે.બારીયા અને કે.એ.જાડેજાની બદલી થઇ છે તેની સામે વાય.બી.રાણા, પી.કે.ઝાલા, આઇ.બી.ચૌધરી, ટી.ડી.ચુડાસમા, એમ.આર.શકોરીયા અને એચ.આર.બારોટ એમ ત્રણ સામે 6 પીઆઇ નવા મુકાયા છે.
    Click here to Read More
    Previous Article
    માનસ મુકુરાષ્ટક:ગુરૂના ચરણોમાં 68 તીર્થ - મોરારિ બાપુ
    Next Article
    વડોદરા મનપાની ચૂંટણીમાં કોના પત્તા કપાશે-કોણ ફાવશે?:નવા રોટેશનના કારણે 25 સીટીંગ કોર્પોરેટરોને ટિકિટ મળવી મુશ્કેલ, વોર્ડવાઈઝ એનાલિસિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment