Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'આવિષ્કાર 2.0':પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન યોજાયું

    21 hours ago

    સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા "આવિષ્કાર 2.0: પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન" નામે એક અનોખા પ્રોજેક્ટ ફેરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને પ્રાયોગિક અભ્યાસ પ્રત્યે રસ વધારવાનો હતો. આ પ્રદર્શનમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ પોતાની રચનાત્મકતા અને ટેકનિકલ જ્ઞાનનું પ્રદર્શન કર્યું. પ્રોબ્લેમ બેઝ્ડ લર્નિંગ (PBL), ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ, સંભવિત સ્ટાર્ટઅપ આઈડિયાઝ, એપ્લિકેશન ડેવલપમેન્ટ, સંશોધન આધારિત પ્રોજેક્ટ્સ તેમજ ઉદ્યોગ અને સામાજિક સમસ્યાઓના ઉકેલ આધારિત પ્રોજેક્ટ્સ જેવી વિવિધ કેટેગરીઓ હેઠળ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટ્સમાં ટેકનિકલ ઊંડાણ, સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીનો ઉત્તમ સમન્વય દર્શાવ્યો હતો. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓએ વાસ્તવિક જીવનમાં ઉપયોગી તથા સમાજ, ઉદ્યોગ અને પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રશ્નોના અસરકારક ઉકેલો રજૂ કરવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સને રિસર્ચ પેપર તરીકે વિકસાવવા અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રોજેક્ટ ફેર અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન પ્રતિષ્ઠિત સંસ્થાઓના બાહ્ય નિષ્ણાતોએ જજ તરીકે હાજરી આપી હતી. તેમણે પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું અને તેમના માર્ગદર્શન તથા રચનાત્મક પ્રતિસાદ દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રોજેક્ટ્સમાં સુધારો કરવા તેમજ વ્યાવસાયિક વિકાસ માટે મહત્વપૂર્ણ દિશા મળી. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યો, ઉદ્યોગ નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના કાર્યની પ્રશંસા કરી અને તેમના પ્રયાસોને બિરદાવ્યા.
    Click here to Read More
    Previous Article
    મોહસિને વૈભવને મેડન ઓવર નાખી, આઉટ પણ કર્યો:સૂર્યવંશી 11 બોલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો; શમીએ જયસ્વાલ-જુરેલને આઉટ કરીને RRની કમર તોડી
    Next Article
    ઇસ્કોન ભાડજમાં 4 દિવસીય પાટોત્સવ સંપન્ન:રાધા માધવના પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment