Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહસિને વૈભવને મેડન ઓવર નાખી, આઉટ પણ કર્યો:સૂર્યવંશી 11 બોલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો; શમીએ જયસ્વાલ-જુરેલને આઉટ કરીને RRની કમર તોડી

    1 day ago

    IPL 2026ની 32મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. રાજસ્થાનનો સ્કોર 5 ઓવરમાં 37/3 છે. ટીમ તરફથી કેપ્ટન રિયાન પરાગ અને શિમરોન હેટમાયર ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશી લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 રન બનાવીને આઉટ થયો. તેને મોહસિન ખાને દિગ્વેશ રાઠીના હાથે કેચ કરાવ્યો હતો. આ પહેલાં, વૈભવ સૂર્યવંશીએ IPLમાં માત્ર 227 બોલમાં જ 500 રન પૂરા કર્યા હતા. તે લીગમાં સૌથી ઓછા બોલમાં આ સિદ્ધિ મેળવનાર બેટર બન્યો છે. તેણે આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો છે, જેણે પોતાના પ્રથમ 500 રન 244 બોલમાં બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પોતાની બીજી ઓવરમાં બે બોલ પર બે વિકેટ ઝડપી. તેણે યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલને આઉટ કર્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, આયુષ બદોની, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, એડન માર્કરમ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી અને મયંક યાદવ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (કેપ્ટન), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા અને નાન્દ્રે બર્ગર.
    Click here to Read More
    Previous Article
    'रहने लायक नहीं होते हैं गांव', Instagram पर Village Life को ख़राब क्यों बता रहे लोग? | Social List
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં 'આવિષ્કાર 2.0':પ્રોજેક્ટ અને PBL આઈડિયાઝનું પ્રદર્શન યોજાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment