Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:રાજકોટના વૃદ્ધે આદિવાસી વિસ્તારમાં 20 ગામ દત્તક લીધા, 5000 બાળકોને અક્ષરજ્ઞાન આપ્યું, હજારો વ્યસનીને દારૂની લત છોડાવી

    2 days ago

    દરેક વ્યક્તિને જન્મ આપનારી એક મા હોય છે, પણ રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા 85 વર્ષના હસમુખભાઈ ટોળિયા નસીબદાર છે કે તેમની પાસે એક નહીં પણ 230 માતાઓ છે! વિરાણી હાઇસ્કૂલના નિવૃત્ત સુપરિન્ટેન્ડન્ટ હસમુખભાઈએ નિવૃત્તિ પછી આરામ કરવાને બદલે સેવાનો એવો માર્ગ પકડ્યો કે આજે નિવૃત્ત બેન્ક અધિકારીઓ, બિલ્ડરો અને વકીલો પણ પોતાનો રવિવાર આ સેવાયજ્ઞમાં હોમી દે છે. ગુજરાત પર્યાવરણ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી આ મૂક સેવાની પ્રવૃત્તિ જોઇ હાઇકોર્ટના જજ પણ અચંબિત થઇ ગયા હતા. બાળપણ ગરીબીમાં વીત્યું એટલે હસમુખભાઈએ પ્રભુ પાસે એક જ માગણી કરી હતી “મને પગભર કરજો જેથી હું બીજાના આંસુ લૂછી શકું.’ નોકરી મળી એટલે પગારનો 20થી 25 % હિસ્સો ગરીબોને અર્પણ કરી દેતા. પણ અસલી કસોટી તો નિવૃત્તિ સમયે થઈ. પત્ની સેવા માટે જંગલમાં જવા તૈયાર નહોતા, તો હસમુખભાઈએ ઘરની અગાશીમાં જ ઝૂંપડું બાંધી બે વર્ષ તપસ્યા કરી! આખરે પત્ની પણ પીગળ્યા અને બંનેએ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં જીવન સમર્પિત કર્યું. 20 ગામ દત્તક લીધા, 5000 બાળકોને અક્ષરજ્ઞાન આપ્યું અને હજારો પરિવારોને દારૂના વ્યસનથી મુક્ત કરાવ્યા. આજે પણ ત્યાં તેમને ‘રાજકોટવાળા બાપુજી’ તરીકે ઓળખવામાં આવે છે.2014થી તેઓ રાજકોટમાં 65 વર્ષથી વધુ વયની એવી વિધવા બહેનોનો આધાર બન્યા છે જેમને કોઈ સંતાન નથી. હસમુખભાઈ કહે છે,”દીકરો જીવતો બેઠો હોય અને મારી માતાઓ ભૂખી રહે તે કેમ પાલવે?’ દર મહિનાના પ્રથમ રવિવારે આ બહેનો માટે જાગનાથ પ્લોટમાં એક ઉત્સવ જેવો માહોલ હોય છે, જ્યાં તેમને આદર સાથે અનાજ અને પ્રેમ પીરસવામાં આવે છે. આ સંસ્થાની ખાસિયત એ છે કે તેઓ કોઈ પાસે દાન માંગવા જતાં નથી. જે દાતાઓ સામેથી આવે તેમનો પણ માત્ર ચેકથી જ સહયોગ લેવાશે. માત્ર અનાજની કિટ જ નહીં, સાથોસાથ સન્માન પણ અપાય છે! (લાભાર્થી બહેનો માટે સુવિધાઓ) માગ્યા વગર મળે છે આ સાધનો આદિવાસી બાળકો કેરીનો સ્વાદ માણી શકે તે માટે 800 આંબા વાવ્યા હસમુખભાઈએ જોયું કે, આદિવાસી બાળકો મોંઘી કેરી ખરીદી શકતા નથી, એટલે તેમણે ત્યાં જ આંબાના વૃક્ષો વાવવાનું અભિયાન છેડ્યું છે. અત્યાર સુધીમાં 800 આંબાની કલમો વવાઈ ચૂકી છે અને લક્ષ્ય 5000 આંબા ઉછેરવાનું છે, જેથી આવનારી પેઢી મફતમાં અમૃતફળનો સ્વાદ માણી શકે.
    Click here to Read More
    Previous Article
    કૃષિ ક્ષેત્રે જળક્રાંતિ:રાજકોટના શિક્ષકે 50 હજારની નોકરી છોડી માટી વગરની ખેતી શરૂ કરી
    Next Article
    ઉર્જા અને કૃષિમંત્રીની ઉપસ્થિતિ:બેલમપર ગામે જ્ઞાનનો દીપ પ્રગટ્યો, રાઘવભાઈ ક્વાડ પુસ્તકાલયનું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment