Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉર્જા અને કૃષિમંત્રીની ઉપસ્થિતિ:બેલમપર ગામે જ્ઞાનનો દીપ પ્રગટ્યો, રાઘવભાઈ ક્વાડ પુસ્તકાલયનું લોકાર્પણ

    2 days ago

    મહુવાના બેલમપર ગામે ઉર્જા અને કૃષિમંત્રીની ઉપસ્થિતીમાં રાધવભાઇ ક્વાડ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બન્ને મંત્રીઓએ અનુક્રમે રૂ.10 અને 5 લાખની ગ્રાંટ આપવાની જાહેરાત કરી હતી . મહુવા તાલુકાના બેલમપર ગામે ગ્રામ્ય વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક પહેલરૂપે રાઘવભાઈ ક્વાડ પુસ્તકાલયનું લોકાર્પણ ઉર્જા રાજ્યમંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગામમાં જ્ઞાનનો દીપ પ્રગટ્યો હતો, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર શિક્ષણ અને વાંચનની સંસ્કૃતિ વિકસાવવા માટે આવા પુસ્તકાલયોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે પુસ્તકાલયના નિર્માતા કલ્પેશભાઈ ક્વાડ અને તેમના પરિવારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે યુપીએસસી જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરી નાયબ કમિશનર તરીકે સેવા આપી રહેલા કલ્પેશભાઈએ પોતાના વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા આ પુસ્તકાલય સ્થાપીને પ્રેરણાદાયક કાર્ય કર્યું છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ પુસ્તકાલય માત્ર વાંચન માટે નહીં પરંતુ જ્ઞાનવિસ્તાર, વ્યક્તિત્વ વિકાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે પ્રેરણાસ્ત્રોત બનશે. તેમણે બેલમપર ગામના સર્વાંગી વિકાસ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રસંગોચીત સંબોધનમાં જણાવ્યુ હતુ કે આજના જ્ઞાનયુગમાં લાઇબ્રેરી સમયની આવશ્યકતા છે. મંત્રીએ બેલમપર ગામના વિકાસ માટે રૂ.5 લાખની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. તેમજ રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો સદુપયોગ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો. ઇન્કમ ટેક્સ વિભાગના નાયબ કમિશનર કલ્પેશભાઈ ક્વાડે જણાવ્યું હતું કે પોતાના અનુભવોને આધારે ગામના વિદ્યાર્થીઓને સુવિધા ઉપલબ્ધ થાય અને તેઓ આગળ વધે તે હેતુસર આ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ.સી. સુવિધાસભર પુસ્તકાલયમાં સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ આ એ.સી. સુવિધાસભર પુસ્તકાલયમાં શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ સંબંધિત સમૃદ્ધ સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, યુવાનો તથા વાંચનપ્રેમીઓ માટે આ કેન્દ્ર ખૂબ ઉપયોગી સાબિત થશે.પુસ્તકાલય સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેથી ગામ અને આસપાસના વિસ્તારોના લોકો સરળતાથી તેનો લાભ લઈ શકશે.આ પહેલ ગ્રામ્ય શિક્ષણક્ષેત્રે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે અને “વાંચે ગુજરાત” અભિયાનને વધુ મજબૂત બનાવશે.
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:રાજકોટના વૃદ્ધે આદિવાસી વિસ્તારમાં 20 ગામ દત્તક લીધા, 5000 બાળકોને અક્ષરજ્ઞાન આપ્યું, હજારો વ્યસનીને દારૂની લત છોડાવી
    Next Article
    GSEB Gujarat 12th Result LIVE: HSC Results Out Today At 10 AM, Download Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment