Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તંત્ર નિંદ્રાધીન:અમરેલીમાં ઉદઘાટન બાદ 20 વર્ષથી અબ્દુલ કલામ બગીચો ખંઢેર બન્યો

    3 days ago

    અમરેલી શહેરમાં બટારવાડીમાં આવેલ લગભગ 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલ બગીચો હાલમાં સંપૂર્ણ ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યો છે. શહેરના વિકાસ અને બાળકોના રમકડાં માટે બનાવવામાં આવેલ આ બગીચો છેલ્લા ઘણા વર્ષોથી અવગણનાનો ભોગ બન્યો છે, જેના કારણે અહીં ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. આ બગીચાને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે ડૉ અબ્દુલ કલામના નામ પર અબ્દુલ કલામ બગીચો તરીકે નામ આપવામાં આવ્યું હતું. શહેરના બે દિગ્ગજ નેતાઓ દ્વારા આ બગીચાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને લોકોમાં આશા જાગી હતી કે વિસ્તારના બાળકો માટે આ બગીચો રમતનું સ્થળ બનશે, પરંતુ દુર્ભાગ્યવશ, ઉદ્ઘાટન થયા બાદ માત્ર છ મહિનામાં જ બગીચામાં મુકાયેલા બાકડા, હીંચકા તેમજ બાળકોના રમતગમતના સાધનો ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદથી બગીચાની યોગ્ય સંભાળ લેવામાં આવી નથી, જેના કારણે આજે બગીચો સંપૂર્ણ ખંઢેર બની ગયો છે. બગીચાની બાજુમાં જ આંગણવાડી આવેલ હોવાથી નાના બાળકો અને મહિલાઓ માટે આ વિસ્તાર મહત્વનો હોવા છતાં અહીં ગંદકીના ઢગલા અને કચરાના ગંજ પડેલા હોવાથી સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક બગીચાની સફાઈ કરી તેનો પુનઃવિકાસ કરવામાં આવે અને બાળકો માટે ફરીથી રમકડાંના સાધનો મુકવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. જેથી આ વિસ્તારના લોકો અને બાળકોને સ્વચ્છ અને સુરક્ષિત બગીચો મળી શકે. સાધનો ચોરાયા અંગે કોઈ પોલીસ ફરિયાદ ન કરાઈ અહીં પ્રજાના પૈસે રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા હતા. જે ચોરાઈ ગયા છે. આ સાધનોની ચોરી અંગે કોઈ પોલીસ ફરિયાદ કરાઇનથી. શહેરમાં અનેક સ્થળે પાલિકાની મિલકત ચોરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    તસ્કરી:અમરેલીમાં નારાયણ મીલ વિસ્તારમાં તાળું તોડી રૂપિયા 1.51 લાખની ચોરી
    Next Article
    ધરપકડ:ખાંભાના ચકરાવામાં સસલાનો શિકાર કરતા બે શખ્સ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment