Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:ખાંભાના ચકરાવામાં સસલાનો શિકાર કરતા બે શખ્સ ઝડપાયા

    3 days ago

    ખાંભા તાલુકાના ચકરાવામાં સસલાનો શિકાર કરતા બે શખ્સને વન વિભાગે ઝડપી લીધા હતા. વન વિભાગે 25 હજારનો દંડ ફટકાર્યો હતો. ખાંભાના ચકરાવામાં વન્યજીવનના શિકારની ઘટના સામે આવી છે. સસલાનો શિકાર કરતા બે શખ્સોને વન વિભાગની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વન વિભાગે ભરત વાઘેલા અને રાકેશ ડોડીયાને ઝડપી લીધા હતા. વન વિભાગે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ચકરાવા ગામની આસપાસના વિસ્તારમાંથી વન વિભાગે શંકાસ્પદ હલચલ દેખાતા બંને શખ્સોને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંનેએ સસલાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે બંને શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સસલાનો શિકાર કરતા ઝડપાયેલા બંને સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી કુલ 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે વન વિભાગેના જણાવ્યું હતું કે વન્યજીવનના શિકાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહી.
    Click here to Read More
    Previous Article
    તંત્ર નિંદ્રાધીન:અમરેલીમાં ઉદઘાટન બાદ 20 વર્ષથી અબ્દુલ કલામ બગીચો ખંઢેર બન્યો
    Next Article
    છાંયડા-પાણીની સુવિધાનો અભાવ:સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર નોંધાવવા એરોગેસ એજન્સી બહાર લોકોની કતારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment