Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરમાં ખુંટીયો આડો આવતા બાઈક પરથી ફંગોળાયેલા યુવકનો જીવ ગયો:ભાયાતી જાંબુડિયા પાસે 20 વર્ષીય શ્રમિકનું મોત, બાઈકચાલક સામે ફરિયાદ નોંધાઈ

    8 hours ago

    વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ પાસે એક અકસ્માતમાં પશ્ચિમ બંગાળના ૨૦ વર્ષીય શ્રમિક દીલમહમદ અંસારીનો જીવ ગયો. બાઈકચાલકે ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે રસ્તા પર એક ખુંટીયો આડો આવ્યો.બાઈક ખુંટીયા સાથે અથડાતા દીલમહમદ ફંગોળાઈને ટ્રકના ટાયર નીચે કચડાઈ ગયા. માથામાં ગંભીર ઈજા થતા તેમનો ત્યાં જ જીવ ગયો. ૮ ઓક્ટોબરની સાંજે, સીમસ્ટોન સિરામિક ફેક્ટરીના શ્રમિક દીલમહમદ (૨૦) તેમના મિત્ર પ્રેમ ધનેશી બાસફોર સાથે ઢુવા ચોકડીથી કપડાં ખરીદીને પાછા ફરી રહ્યા હતા.તેઓ સુપર સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-૦૩-સીકે-૮૫૭૪) પર હતા, જે પ્રેમ બાસફોર ચલાવી રહ્યા હતા. ભાયાતી જાંબુડિયા ગામના પાટિયા પાસે તિરુપતિ પેટ્રોલપંપ નજીક આ ઘટના બની. મૃતકના પિતરાઈ ભાઈ નૂર હુસૈન અંસારીએ બાઈકચાલક પ્રેમ બાસફોર સામે બેદરકારીથી ડ્રાઈવિંગ કરવા બદલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના એમ.કે. જીમખાનામાં નાઈટ વોલીબોલ ટૂર્નામેન્ટ શરૂ:બે દિવસીય કાર્યક્રમમાં 15 થી વધુ ટીમો ભાગ લેશે, મહિલા ખેલાડીઓમાં પણ ઉત્સાહ
    Next Article
    ચાંદખેડામાં ચોથા માળેથી કૂદીને પરિણીતાનો આપઘાત:છેલ્લો ફોન બહેનને કરીને કહ્યું-પતિ,સાસુ-સસરા અને નણંદ ટોર્ચર કરે છે, 15 મિનિટ બાદ મોતના સમાચાર મળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment