Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર દારૂકાંડ વિરોધમાં પાટણમાં કોંગ્રેસના ધરણાં:આવેદનપત્ર આપવા જતા 20થી વધુ કાર્યકરની અટકાયત

    1 day ago

    ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના 20થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાવનગરમાં સામે આવેલા ડુપ્લિકેટ દારૂકાંડના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને 'દારૂના અડ્ડા બંધ કરો'ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો ટૂંક સમયમાં પાટણ જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ દ્વારા 'જનતા રેડ' કરવામાં આવશે. ધરણા કાર્યક્રમ બાદ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પોતાની માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા. તે પૂર્વે જ કલેક્ટર કચેરી પરિસરમાં તૈનાત પોલીસે કાર્યવાહી કરીને 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત-વલસાડ લોકલ ટ્રેન અછતથી મુસાફરો પરેશાન:4 કલાક સુધી ટ્રેન ન મળતાં બસ પર નિર્ભરતા; ટ્રેક બ્લોકિંગ સામે સમય સંકલન અને મેમુ ટ્રેનો શરૂ કરવા DRMને રજૂઆત
    Next Article
    અમદાવાદમાં ઝરમર વરસાદ:રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ હળવા વરસાદની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment