Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-વલસાડ લોકલ ટ્રેન અછતથી મુસાફરો પરેશાન:4 કલાક સુધી ટ્રેન ન મળતાં બસ પર નિર્ભરતા; ટ્રેક બ્લોકિંગ સામે સમય સંકલન અને મેમુ ટ્રેનો શરૂ કરવા DRMને રજૂઆત

    1 day ago

    સુરતથી વલસાડ રૂટ પર સાંજે 7:00થી રાત્રે 11:00 વાગ્યા વચ્ચે 4 કલાક સુધી એકપણ લોકલ ટ્રેન ન હોવાના કારણે હજારો અપડાઉન કરનારા નોકરીયાતો અને ડાયમંડ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બપોરે 11:00થી 2:00 વાગ્યા વચ્ચે પણ આવી જ પરિસ્થિતિ હોવા છતાં રેલવે તંત્ર દ્વારા ઉકેલ ન લાવવામાં આવતાં, મુસાફરોએ સાંસદ સી. આર. પાટીલ અને DRMને મેમુ ટ્રેનો તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરી છે. સમયસર ટ્રેન ન મળતાં અડધા દિવસનો કાપ સુરતથી વલસાડ તરફ જવા માટે સાંજે 7:00 વાગ્યા પછી સીધી રાત્રે 11:00 વાગ્યે ગુજરાત ક્વીન અને વડનગર ટ્રેન જ મળે છે. બોરીવલીથી લંબાવાયેલી ટ્રેન પણ બપોરે 1:30ની જરૂરિયાત સામે 3:30 વાગ્યે પહોંચતી હોવાથી અગવડ ઊભી થાય છે. પાસ હોલ્ડર નંદલાલ ટંડેલના જણાવ્યા મુજબ, દોઢ-દોઢ કલાકે મળતી બસના કારણે સમય વેડફાય છે અને કંપનીમાં મોડા પહોંચતા અડધા દિવસનો પગાર કપાઈ જાય છે. અકસ્માત અને ચોરીના ભય, મેમુની માંગ વિકલ્પરૂપે બસમાં મુસાફરી કરતી વખતે ભારે ભીડને લીધે ચડવા-ઉતરવામાં અકસ્માતનો ભય રહે છે તથા પર્સ-મોબાઈલ ચોરાવાના બનાવો બને છે. કર્ણાવતી એક્સપ્રેસના સ્ટોપેજ વખતે કરાયેલી રજૂઆત સામે રેલવે તંત્રે ટ્રેક બ્લોકિંગ અને સમયના અભાવનું કારણ આપ્યું હતું. જોકે, મધ્યમ વર્ગ માટે જીવનરેખા સમાન બંધ પડેલી મેમુ ટ્રેનો યોગ્ય સમયના સંકલન સાથે પુનઃ દોડાવવામાં આવે તે જ એકમાત્ર કાયમી ઉકેલ છે.
    Click here to Read More
    Previous Article
    Post Office Scheme: PPF स्कीम में हर महीने 61,000 रुपये की पेंशन, बिना रिस्क बनाएं 1 करोड़ का रिटायरमेंट फंड, जानें कैसे?
    Next Article
    ભાવનગર દારૂકાંડ વિરોધમાં પાટણમાં કોંગ્રેસના ધરણાં:આવેદનપત્ર આપવા જતા 20થી વધુ કાર્યકરની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment