Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદરજ મોટી-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ સમારકામ માટે બંધ:અસારવા ફાટક 20 થી 26 ઓગસ્ટ 7 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરાયો

    9 hours ago

    પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા જરૂરી જાળવણી અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી કલોલ-ગાંધીનગર સેક્શનના આદરજ મોટી-ગાંધીનગર કેપિટલ વચ્ચે આવેલા રેલવે ક્રોસિંગ તેમજ અસારવા ફાટક પર વાહનવ્યવહાર અમુક સમય માટે બંધ રહેશે. ગાંધીનગર-રાંધેજા રોડ પર આવેલું રેલવે ક્રોસિંગ નં. 10 તા.20 ઓગસ્ટ સવારે 8 વાગ્યાથી 21 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે રેલવે ક્રોસિંગ નં. 9 તારીખ 22 ઓગસ્ટ સવારે 8 વાગ્યાથી 23 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદ અને અસારવા સ્ટેશનો વચ્ચે આવેલા અસારવા ફાટક ખાતે પણ રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરીના કારણે તારીખ 20 ઓગસ્ટ સવારે 8 વાગ્યાથી 26 ઓગસ્ટ 2026 સાંજે 8 વાગ્યા સુધી એમ કુલ 7 દિવસ માટે વાહનવ્યવહાર પૂર્ણપણે બંધ રહેશે. રેલવે તંત્ર દ્વારા વાહનચાલકોને આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક રસ્તા તરીકે ચામુંડા બ્રિજ અને કાલુપુર બ્રિજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજસીટોક અને ચોરીના આરોપીએ સાગરીતો સાથે મળીને ગેંગ બનાવી:2 મહિનામાં 17 મકાનને નિશાન બનાવ્યા, સગીર સહિત 4 આરોપી ઝડપાયા, 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    15 ઓગસ્ટે જ બોપલ ફાયર સ્ટેશનમાં મારમારી:હાજરી બાબતે ફાયરકર્મી અને સ્ટેશન ઓફિસર વચ્ચે ઝઘડા બાદ ઇન્ચાર્જ CFOએ 3 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment