Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 ઓગસ્ટે જ બોપલ ફાયર સ્ટેશનમાં મારમારી:હાજરી બાબતે ફાયરકર્મી અને સ્ટેશન ઓફિસર વચ્ચે ઝઘડા બાદ ઇન્ચાર્જ CFOએ 3 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો

    10 hours ago

    અમદાવાદના બોપલ ફાયર સ્ટેશન ખાતે ગત 15 ઓગસ્ટે સ્વતંત્રતા પર્વના દિવસે જ ફરજ દરમિયાન ગંભીર શિસ્તભંગની ઘટના સામે આવી છે. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ હાજરી પૂરવા બાબતે સ્ટેશન ફાયર ઓફિસર ઘનશ્યામભાઈ વાઘેલા અને ફાયરકર્મી ધરમશી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. આ ઘટના દરમિયાન ફાયરકર્મીએ અધિકારીનો યુનિફોર્મનો કોલર પકડીને ધાકધમકી આપી હોવાનો વિવાદ ઊભો થયો હતો, જોકે અન્ય કર્મચારીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ બાબતને ગંભીરતાથી લઈને બંને પક્ષો પાસે 3 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, જો નિયત સમયમર્યાદામાં સંતોષકારક ખુલાસો નહીં આપવામાં આવે, તો શિસ્તભંગ અને વર્ધીના અપમાન બદલ આગળની કાયદેસરની અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    આદરજ મોટી-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ સમારકામ માટે બંધ:અસારવા ફાટક 20 થી 26 ઓગસ્ટ 7 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરાયો
    Next Article
    મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં આંધ્રપ્રદેશના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત:અન્ય બનાવમાં પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો રૂ.22 હજારનો દંડ આવતા ચાલકે આપઘાતનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment