Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજસીટોક અને ચોરીના આરોપીએ સાગરીતો સાથે મળીને ગેંગ બનાવી:2 મહિનામાં 17 મકાનને નિશાન બનાવ્યા, સગીર સહિત 4 આરોપી ઝડપાયા, 11.50 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    વડોદરામાં છેલ્લા બે મહિનાથી રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરતના ગુજસીટોક તથા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓએ સાગરીતો સાથે મળીને વડોદરામાં ચોરી કરવા ગેંગ બનાવી હોવાનું સામે આવ્યું છે. ગેંગના ત્રણ આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડી તેમની સોના-ચાંદીના દાગીના, રોકડ, ઘડિયાળો અને મોબાઇલ સહિત રૂ.11.50 લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કર્યો છે. ગોલ્ડન ચોકડી પાસે વેચાણ કરવા માટે ગયા હતા ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા હતા. ગેંગને ગોલ્ડન ચોકડી પાસેની બાતમી મળી વડોદરામાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા શહેરમાં વધતી ઘરફોડ ચોરીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને એસટી સાંડસુરની ટીમે CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે પેટ્રોલિંગમા હતા, દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે બાતમી મળી હતી કે કરનલસિંગ ટાંક, રોહીતસિંગ ઉર્ફે મચ્છર બાવરી, બાદલસિંગ બાવરી તથા એક સગીર વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીઓ કરી રહ્યા છે અને ચોરીનો મુદ્દામાલ વેચવા માટે દરજીપુરા એરફોર્સ સ્ટેશન સામેના ખુલ્લા મેદાનમાં જવાના છે. આરોપીઓના નામ સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરજીપુરા ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ ચારેય ભાગવા લાગ્યા હતા પરંતુ તેમને ઝડપી પાડવામા આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઇલ, સોના-ચાંદીના દાગીના, ત્રણ કાંડા ઘડિયાળ અને રૂ.6,900 રોકડા મળી આવ્યા હતા. દાગીના તથા મોટરસાઇકલ અંગે તેઓ કોઈ સંતોષકારક પુરાવા આપી શક્યા નહોતા. ચોરીના સોના-ચાંદીના દાગીના ગિરવે મૂકી દીધા આરોપીઓએ રાત્રિના સમયે મોટરસાઇકલ પર નીકળી બંધ મકાનો શોધી તેને નિશાન બનાવતા હોવાની કબૂલાત કરી હતી. મકાનના દરવાજાના તાળા અને નકુચા તોડી અંદર પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, રોકડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હતા. ચોરીના સોના-ચાંદીના દાગીના ગિરવે મૂક્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ગિરવે મૂકેલા સોનાના તથા ચાંદીના દાગીના સહીત અન્ય વાહનો મળી રૂ.11.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. કબજે કરવામાં આવેલો મુદ્દામાલ 17 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન વડોદરાના જે.પી. રોડ, નંદેસરી, બાપોદ, છાણી, ફતેગંજ, સમા, ગોરવા, અકોટા અને કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા 17 અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ તથા સગીર પાસેથી મળી આવેલા મુદ્દામાલને કાયદેસરની કાર્યવાહી માટે કબજે કરી આગળની તપાસ સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. ગેંગના અન્ય સાગરીતોની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની ફરી ધરપકડ:સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરમાં ગેરરીતિનો મામલો, ACBએ કહ્યું- ખાસ કંપનીને ફાયદો પહોંચાડ્યો
    Next Article
    આદરજ મોટી-ગાંધીનગર વચ્ચે રેલવે ક્રોસિંગ સમારકામ માટે બંધ:અસારવા ફાટક 20 થી 26 ઓગસ્ટ 7 દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment