Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20 વર્ષે તંત્રની આંખો ખૂલી !:200 પ્રજ્ઞાચક્ષુ‎વિદ્યાર્થીઓ માટે એસટી બસનું સ્ટોપેજ ફાળવ્યું‎

    9 hours ago

    રાજકોટ મૂળી રોડ પર કાર્યરત જાણીતી સંસ્થા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજની અંધ બહેનો અને સંચાલકો માટે વર્ષોથી માથાના દુ:ખાવા સમાન બનેલી મુસાફરીની સમસ્યાનો અંત આવ્યો છે. એસટી નિગમના સલાહકાર વનરાજસિંહ રાણાના સક્રિય પ્રયાસો અને ઉચ્ચ કક્ષાની રજૂઆતને પગલે, નિગમ દ્વારા હવે સત્તાવાર રીતે ભાડા પત્રકમાં આ સંસ્થાના સ્ટોપનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. પરિણામે આ સંસ્થામાં કામગીરી કરી રહેલા નેત્રહીન ભાઈ-બહેનો તેમજ સંસ્થાનાં 300 સભ્યો, વાલીઓ અને લોકવિદ્યાલયનાં 200 દ્રષ્ટિવાન વિદ્યાર્થીઓને લાભ મળશે. હાલ ગુજરાતની તમામ એસટી બસોને ત્યાં એસટી સ્ટોપ આપવાનો આદેશ કરાયો છે. છેલ્લા 20 વર્ષથી આ સમસ્યા હતી અને 10થી વધુ વખત આ સમસ્યાના હાલ માટે માંગણી કરવામાં આવી હતી. ત્યારે 6 કિલોમીટર દૂર રતનપર ઢાળે લોકોને ઉતારી દેવામાં આવતા હતા . જેમાં લોકલ બસ ભાડું રૂ. 9 અને એક્સપ્રેસ ભાડુ રૂ. 17 થાય છે. દરમિયાન રાત્રે સ્ટોપેજ ન હોવાના કારણે રિક્ષાના પૈસા વધુ આપવા પડતા હતા. આ રોડે રોજની 50 લોકોની અપડાઉન અવરજવર રહેતી હતી. આ ઉપરાંત લોક વિદ્યાલય અને ત્રિમંદિરના પ્રવાસીઓ પણ અવર-જવર કરે છે. એસટી બસો સંસ્થાથી 5 કિમી દૂર રતનપર ઢાળ પાસે ઉતારતા હતા અગાઉ રાત્રિના સમયે મુસાફરી કરતી વખતે એસટી બસો સંસ્થાથી 5 કિમી દૂર રતનપર ઢાળ પાસે ઉતારી દેતી હતી. નિર્જન રોડ પર રાત્રિના સમયે પ્રજ્ઞાચક્ષુ બહેનોને સલામતીનો ગંભીર પ્રશ્ન ઊભો થતો હતો. - મુક્તાબેન ડગલી, સંસ્થાના સંચાલક અને પદ્મશ્રી હાલ વાયર તૂટી જતાં બજર પર બંધ થયું રાત્રિના સમયે રતનપર ઢાળે ઉતારી દેવામાં આવતા દીકરીઓ એકલી ઉતરતી હોય તેમની જાતનું જોખમ રહેતું હતું. રોડ પર ખાસ બનાવાયેલા પટ્ટા પર ચાલતા બજર વાગતું હતું, પરંતુ રોડ નવો બનતા વાયર તૂટી જવાના કારણે બજર વાગતી નથી અને બંધ થઈ ગઈ છે જેના કારણે રોડ ક્રોસ કરવામાં પણ આ લોકોને જોખમ રહેતું હતું.
    Click here to Read More
    Previous Article
    વાહનચાલકો પરેશાન:સુરેન્દ્રનગરમાં લીકેજ લાઇનથી રસ્તા પર ખાડા ને ખાડામાં પાણી
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:મનપામાં ભાજપની ભવ્ય જીત છતાં મતમાં 9364 નો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment