Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:મનપામાં ભાજપની ભવ્ય જીત છતાં મતમાં 9364 નો ઘટાડો

    8 hours ago

    સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થઇ ગયા છે. શહેરની જનતાએ ભાજપના ઉમેદવારોને ખોબલેને ધોબલે મત આપી વિજયી બનાવ્યા છે. ગત ચૂંટણીની સરખામણીએ આ ચૂંટણીમાં મતદાન વધવા છતાં ભાજપના મતમાં 9364 જ્યારે કોંગ્રેસના મતમાં 30741 મતનો ઘટાડો થયો છે. જ્યારે આપના ઉમેદવારો 36836 મત લઇ ગયા છે. સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં 13 વોર્ડમાં 52 બેઠક માટે 136 ઉમેદવારો મેદાને હતા. જેમાં ભાજપના 52,કોંગ્રેસના 50 અને આપના 34 ઉમેદવારો હતા. જેમાં વોર્ડ નં 3, 5, 6, 8, 10, 11, 12 અને 13માં કોંગ્રેસની આખી પેનલ લડી હતી. મનપામાં 5 ગામ ભેળવવામાં આવતા અને નવુ સીમાંકન કરવામાં આવતા દરેક વોર્ડમાં 1200થી 1500 મતનો વધારો થયો હતો. આ ચૂંટણીમાં ભાજપને કુલ 211776 જ્યારે કોંગ્રેસને 77255 મત મળ્યા હતા. જ્યારે 2021ની ચૂંટણીમાં ભાજપને 221140 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 107996 મત મળ્યા છે. જે જોતા ભાજપની ભવ્ય જીત થઇ છે છતાં ગત ચૂંટણીની સરખામણીએ ભાજપના મતમાં 9364 મતનો ઘટાડો થયો છે. જ્યારે કોંગ્રેસના મતમાં 30741 મતનો ઘટાડો થયો છે. આપના ઉમેદવારોએ મેળવેલા 30741 મતને કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેના મત ઘટ્યા છે. જો આપ ન હોત તો ખાસ કરીને ભાજપના મતમાં વધારો થયો હોત. આ ઉપરાંત લગ્ન અને ગરમીને કારણે જે મતદાનમાં ઘટાડો નોંધાયો હતો તેને કારણે પણ બંને પક્ષના મતમાં ઘટાડો નોંધાયો છે. વોર્ડ નં- 1, 2 અને 5માં આપના ઉમેદવારો બીજા નંબરે રહ્યા હતા. આપને મળેલા 36836 મતનો કોંગ્રેસને ફટકો પડ્યો પાલિકાની ગત ચૂંટણીમાં આપ મેદાનમાં ન હતું. પરંતુ આ ચૂંટણીમાં આપ મેદાનમાં આવતા ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. જેમાં આપના ઉમેદવારોને કુલ 36836 મત મળ્યા હતા. જે જોતા આપે સૌથી વધુ કોંગ્રેસના મત કાપ્યા છે. આથી જ કોંગ્રેસને વધુ નુકસાન ગયું છે.
    Click here to Read More
    Previous Article
    20 વર્ષે તંત્રની આંખો ખૂલી !:200 પ્રજ્ઞાચક્ષુ‎વિદ્યાર્થીઓ માટે એસટી બસનું સ્ટોપેજ ફાળવ્યું‎
    Next Article
    LIVE: Trump Administration Says War 'Terminated' Before 60-day Deadline

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment