Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાહનચાલકો પરેશાન:સુરેન્દ્રનગરમાં લીકેજ લાઇનથી રસ્તા પર ખાડા ને ખાડામાં પાણી

    10 hours ago

    સુરેન્દ્રનગર શહેરના મુખ્ય હાર્દ સમાન હેન્ડલૂમથી ટાવર રોડ પર દિવસ-રાત ભારે અવરજવર રહે છે. આ માર્ગ પરથી મહેતા માર્કેટ, ટાંકીચોક સહિતના વિસ્તારોમાં જવાતું હોવાથી શહેર તથા ગ્રામ્ય પંથકના લોકો માટે આ રોડ મહત્વનો બની ગયો છે. પરંતુ હાલ આ જ વ્યસ્ત માર્ગ પર પાણીની લાઈન લીકેજને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોડ પર આવેલા સટ્ટા હોલની આગળ પાણીની લાઈન લીક થવાથી રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. અને સાથે ખાડા પણ પડી ગયા છે. ટુવ્હીલર ચાલકો માટે આ સ્થિતિ જોખમકારક બની ગઈ છે. કેટલાક વાહનચાલકો પાણી ભરાયેલું હોવાને કારણે રસ્તો સમાન હોવાનું માનીને પસાર થવાના પ્રયાસમાં ખાડામાં ફસાઈ જતા રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ સમસ્યા હોવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અને લીકેજ દુર કરી રસ્તાની મરામત કરવાની માંગ કરી છે. જેથી લોકોને રાહત મળી શકે. ટ્રાફિકથી ધમધમતો રોડ બંને સાઇડમાં વાહનો આ રોડ શહેરીજનો માટે મુખ્ય છે. બંને સાઇડ રાહદારીઓ અને વાહનચાલકો અવરજવર કરી શકે તેવી વ્યવસ્થા પણ કરાઇ છે. આ રોડ પર મોટી સંખ્યામાં બંને સાઇડો પર દુકાનો આવેલી છે. ત્યારે વસ્તુઓની ખરીદી કરવા આવતા લોકો વાહનો રસ્તાની અડોઅડ મૂકીને જતા રહે છે. આથી ટ્રાફિક સમસ્યા થાય છે. - ગુણવંતભાઇ પરમાર
    Click here to Read More
    Previous Article
    30 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સ કાર્યરત‎ કરાયા:જોરાવરનગર, રતનપર વિસ્તારમાં પાણીની લાઈનની કામગીરી શરૂ
    Next Article
    20 વર્ષે તંત્રની આંખો ખૂલી !:200 પ્રજ્ઞાચક્ષુ‎વિદ્યાર્થીઓ માટે એસટી બસનું સ્ટોપેજ ફાળવ્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment