Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાનગઢમાં અભેપર ગામની જમીનમાંથી 20 મેટ્રિક ટન કોલસો પકડાયો:2સ્થળેથી ₹48.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો; ખાખરાવાળી સીમમાંથી માટી ભરેલું ડમ્પર અને ટ્રેક્ટર જપ્ત; 9 લોકો સામે કાર્યવાહી

    19 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયા અને તેમની ટીમે થાનગઢ તાલુકામાં 2 અલગ-અલગ સ્થળે તપાસ કરીને ₹48.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન માટી ભરેલું ડમ્પર, ટ્રેક્ટર અને 20 મેટ્રિક ટન કોલસો મળી આવતા તંત્ર દ્વારા કુલ 9 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ જપ્ત કરાયેલો મુદ્દામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડાયો હતો. ખાખરાવાળી સીમમાંથી ₹47.10 લાખના ડમ્પર અને ટ્રેક્ટર જપ્ત ખાખરાવાળી ગામની સીમમાં તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગરની સાદી માટી ભરેલું ડમ્પર અને કોલસાના ખનન માટે વપરાતું કમ્પ્રેસર મશીન સાથેનું સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર મળી આવ્યું હતું. ટીમે આ બંને વાહનો જપ્ત કર્યા હતા, જેની કિંમત ₹47.10 લાખ આંકવામાં આવી છે. વાહનોના માલિક તરીકે ખાખરાથળના હિરાભાઈ રબારી અને ખાખરાવાળીના રમેશભાઈ કાંજીયાનાં નામ નોંધાયાં છે. અભેપર ગામે ખાનગી જમીનમાંથી ₹1.80 લાખનો કોલસો ઝડપાયો અભેપર ગામના ખાનગી સર્વે નંબર 11ની જમીનમાં તપાસ દરમિયાન ગેરકાયદે કોલસાનું ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. અહીંથી 20 મેટ્રિક ટન કોલસો, 1 ચરખી-બકેટ અને 1 ડીઝલ મશીન સહિત ₹1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જમીનના કબજેદારો તરીકે અભેપરના રંભાબેન, વિનોદભાઈ, જયેશભાઈ, સંજયભાઈ, ગીતાબેન અને ભાવુબેન તેમજ મોરથળાના ગોપાલભાઈ દેગામાનાં નામ સામે આવ્યાં છે. ગેરકાયદે ખનન મામલે કુલ 9 લોકો સામે કાયદેસરની કાર્યવાહી ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા પકડાયેલા તમામ 9 લોકો સામે ગુજરાત મિનરલ (ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, 2017 અને લેન્ડ રેવન્યુ કોડ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કદવાલમાં ત્રણ સ્થળે શેડ બનાવાયા:રમણ બારિયાની ગ્રાન્ટથી હાઈસ્કૂલ, સ્મશાન ઘાટ અને કબ્રસ્તાનમાં લોખંડના પતરાના શેડ સાથે આરસીસીનું કામ થયું
    Next Article
    માનવ અધિકાર વિભાગની ટીમે અગરિયાઓની સ્થિતિ જાણી:ડો. સાધના રાઉતની ટીમે કચ્છના નાના રણમાં મુલાકાત લીધી, સુવિધાઓ વધવાની આશા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment