Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવ અધિકાર વિભાગની ટીમે અગરિયાઓની સ્થિતિ જાણી:ડો. સાધના રાઉતની ટીમે કચ્છના નાના રણમાં મુલાકાત લીધી, સુવિધાઓ વધવાની આશા

    19 hours ago

    માનવ અધિકાર વિભાગના ડો. સાધના રાઉતની ટીમે ગુરુવારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓની સ્થિતિ જાણી હતી. ટીમે ખારાઘોડા રણમાં અગરિયાઓ સાથે વાત કરી અને પાટડી પ્રાંત કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ટીમે અગરિયાઓને મળતી સુવિધાઓની માહિતી મેળવી હતી. કલેક્ટર ડો. જી.એચ. સોલંકી, ડીડીઓ કે.એસ. યાજ્ઞિક, એસપી, પ્રાંત અધિકારી મિલન અને મામલતદાર સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ટીમે અગરિયા મહિલાઓ સાથે પણ વાત કરી હતી. અગરિયાઓએ પીવાના પાણીની પાઇપલાઇન નાખવા, ટેકાના ભાવ આપવા, વન અધિકાર કાયદામાં અગરિયાઓનો સમાવેશ કરવા અને બેંક ધિરાણ સાથે જોડવા સહિતની સુવિધાઓ આપવાની રજૂઆત કરી હતી. રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારોને રસ્તા, પાણી અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરતી મળતી નથી. અહેવાલ મુજબ, આ રણ વિસ્તારનો આજ સુધી સર્વે થયો નથી. ટીમની મુલાકાત બાદ અગરિયાઓની સુવિધાઓ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    થાનગઢમાં અભેપર ગામની જમીનમાંથી 20 મેટ્રિક ટન કોલસો પકડાયો:2સ્થળેથી ₹48.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો; ખાખરાવાળી સીમમાંથી માટી ભરેલું ડમ્પર અને ટ્રેક્ટર જપ્ત; 9 લોકો સામે કાર્યવાહી
    Next Article
    Asked Why Not Boycott Polls If 'Rigged', Rahul Gandhi Offers "Some Nuance" And A 2014 Claim

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment