Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાદરવાના પ્રારંભે જ રાજ્યમાં ભારે વરસાદની આગાહી:આ 20 જિલ્લામાં ખેડૂતોને રાહત મળી શકે, રાજ્યમાં સરેરાશ 19 ટકા વરસાદની ઘટ

    20 hours ago

    રાજ્યમાં છેલ્લા એક મહિનાથી નોંધપાત્ર વરસાદ ન વરસતા ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો થયો છે. 23 જિલ્લામાં સામાન્ય કરતા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ તરફથી મોટી રાહતના સમાચાર આવ્યા. રાજ્ય અને આસપાસ સર્જાયેલી ત્રણ અલગ અલગ સિસ્ટમના કારણે 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામા આવી છે. મહત્વનું છે કે, ભૂતકાળમાં પણ ભાદરવામાં ભરપૂર વરસાદ વરસ્યો હોય આ વર્ષે પણ સારા વરસાદની આશા સેવાઈ રહી છે. આ ત્રણ સિસ્ટમ રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી શક્યતા હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પાસે સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 10મી તારીખે લો પ્રેશર બનવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને એક મોન્સૂન ટ્રફ છે. જેના કારણે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં સિઝનમાં સરેરાશ સામે 75.62 ટકા વરસાદ રાજ્યમાં આજની તારીખે 19 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. સિઝનનો સરેરાશ 75.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોનવાઈઝ વરસેલા સરેરાશ વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સામે 104 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ સામે 75 ટકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ સામે 56 ટકા અને કચ્છમાં સરેરાશ સામે 29 ટકા જ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 23 જિલ્લામાં 1 ટકાથી લઈ 89 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં રિક્ષા ચાલકોની હડતાલનો ત્રીજો દિવસ:માગણી સ્વીકારાય નહીં તો 10મી બાદ પણ હડતાળ યથાવત રાખવાની ચીમકી, પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો
    Next Article
    પારનદી કિનારે ચાલી રહેલા કામનું તલાટીએ નિરીક્ષણ કર્યું:રેલિંગ અને ઓવરા પુરાણનું કામ ચાલુ, તલાટી જિજ્ઞેશે કામગીરીની વિગતો મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment