Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવધા ટાઈડલ ડેમના 20 દરવાજા ખોલાયા:અંબિકા નદીના જળસ્તર વધતાં 16 ગામોને એલર્ટ કરાયા

    4 days ago

    નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ટાઈડલ ડેમના 40 પૈકી 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદ અને બદલાયેલા હવામાનને કારણે ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થતાં તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા અંબિકા નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ગણદેવી તાલુકાના નદી કાંઠાના નીચાણવાળા 16 ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર કચેરી દ્વારા લોકોને નદી કિનારે કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને સતર્ક રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. ડેમની સુરક્ષા અને જળસ્તર નિયંત્રણ માટે આ પગલું લેવાયું છે.
    Click here to Read More
    Previous Article
    જુગાર રમતા 11 શખ્સો રંગેહાથ ઝડપાયા:કલોલના ખોરજ-ડાભી ગામમાં મકાન પર એલસીબી ત્રાટકી, 99 હજારનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદ:જિલ્લામાં છૂટોછવાયો, કવાંટમાં ધોધમાર વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment